વિશેષ મુલાકાત

દેશ અને રાજ્ય સાથે ડાંગનું ગૌરવ મુરલી ગાવિત કુમારબંધ ગામે રહીને ઓલમ્પિક્સની તૈયારીમાં વ્યસ્ત:

ડાંગ એક્સપ્રેસનાં નામથી ઓળખાનાર આદિવાસી યુવક તેના પરિવાર સહિત સમગ્ર ડાંગ,અને ગુજરાત તથા દેશનું ગૌરવ:મુરલીએ બહુ ટુંકાગાળામાં શક્ય કરી બતાવ્યું!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, આહવા સુશીલ પવાર

આગામી ઓલમ્પિક્સ માટે કાયાને કસી રહેલા મુરલી ગાવિતને રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્રે શુભકામના પાઠવી:

ડાંગ જીલ્લાનાં કુમારબંધ ગામનાં મુરલી ગાવિત.( ઉપનામ ) ડાંગ એક્સપ્રેસથી  ઓળખાતા  આંતરરાષ્ટ્રીય દોડવીર, પિતાનું નામ તુળસ્યાભાઇ નવસુભાઇ ગાવિત. વ્યવસાય ખેતી. માતાનું નામ રૂખમાબેન તુળસ્યાભાઇ ગાવિત. વ્યવસાય  ધરકામ અને ખેતી, ભાઇઓ ૩. બહેન નથી, આ છે ભારતને ગૌરવ અપાવનારા એક આદિવાસી યુવક એવા આંતરરાષ્ટ્રીય દોડવીર અને ડાંગના પનોતા પુત્ર મુરલી ગાવિતની પ્રાથમિક માહિતી.

માત્ર પાંચ જ વર્ષ જેટલા ટૂંકાગાળામાં આ આદિવાસી યુવક તેના પરિવાર સહિત સમગ્ર ડાંગ, અને ગુજરાત તથા દેશને ગૌરવ અપાવશે તેવુ તો કોઇએ કલ્પ્યુ પણ નહીં હોય, પણ આ હકિકત છે!

હાં, માત્ર પાંચ જ વર્ષ ! સને ર૦૧ર/૧૩માં રાજ્ય સરકારના ખૂબ જ સફળ રહેલા ખેલ મહાકુંભમાંથી મળેલી આ પ્રતિભા, આજે વિશ્વ સમસ્તને સફળતાની ગાથા કહી રહી છે,  નામ છે મુરલી ગાવિત !

સને ર૦૧૪માં રાજ્ય સરકારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સીનિયર કોચ શ્રી મોહન મોર્યા પાસેથી ખેલ મહાકુંભની સફળતા બાદ વધુ તાલીમ મેળવીને, ગુજરાત સેન્ટ્રલ ઑફ એક્સીલન્સીમાં પસંદ થનારા આ ડાંગી યુવકને પ્રતિમાસ રૂા.૪પ૦૦/- જેટલી આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત થવા લાગી, જેનાથી આ ખેલાડી તેના અભ્યાસ અને તાલીમની સાથે તેનો ઇતર ખર્ચ પણ કાઢી શકતો.

આગળ વધવાના મક્કમ ઇરાદા સાથે આ યુવકે સને ર૦૧૪માં જ ગાંધીનગર સ્થિત નેશનલ એથ્લેટિક્સ એકેડમીમાં પ્રવેશ માટેનો પ્રયાસ કર્યો, અને તેમાં સફળતા પણ મેળવી. ત્યાંથી સ્પોર્ટ્‍સ આથોરિટી ઑફ ઇન્ડિયા સંચાલિત નેશનલ સ્પોર્ટ્સ એકેડમી-ભોપાલ ખાતે મુરલી ગાવિતે પ્રવેશ મેળવ્યો.

પ તથા ૧૦ કિલોમીટરની દોડમાં ભારતભરમાં જુનિયર લેવલે (અન્ડર-૨૦) પ્રથમ ક્રમે રહેનારો મુરલી ગાવિત સીનિયર લેવલે હાલમાં રાષ્ટ્રભરમાં ચોથા નંબરે દોડી રહ્યો છે.

ડાંગના આ આદિવાસી યુવકે તેની આ ટૂંકી કારકિર્દી દરમિયાન સને ર૦૧પમાં ૩૨મી જુનિયર નેશનલ કોમ્પિટિશન કે જે રાંચી ખાતે યોજાઇ હતી. તેમાં પ કિલોમીટરની સ્પર્ધામાં ગોલ્ડ મૅડલ મેળવ્યો હતો. જેની પ્રાઇઝ મની હતી રૂા.૩ લાખ. આ સાથે ૧૦ કિલોમીટરની સ્પર્ધામાં પણ તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેની પ્રાઇઝ મની હતી રુા.૧ લાખ. સને ર૦૧૬નાં વર્ષ દરમિયાન વિદેશમાં (વિયેતનામ) યોજાયેલી ૧૪મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં, પ કિલોમીટરની સ્પર્ધામાં આ યુવકે બ્રોન્ઝ મેડલ મેળવીને, ભારતને વિદેશમાં તેનો વ્યક્તિગત પ્રથમ પદક અપાવી, રૂા.૧૦ લાખની પ્રાઇઝ મની અંકે કરી હતી.

ફરી સને ર૦૧૬માં મુરલી ગાવિતે ૧૪મી નેશનલ જુનિયર ફેડરેશન કપ-બેંગ્લોરમાં 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ૩૨મી નેશનલ જુનિયર એથ્લેટિક્સી કોમ્પિટિશન-કોઇમ્બતુરમાં ર ગોલ્ડ મેડલ તેના નામે કરવામાં પણ સફળતા મેળવી હતી. ગ્રામીણ ટુડે ન્યુઝ તરફથી અલોમ્પીક ગેમ્સમાં સફળતા માટે અભિનંદન સહ સુભેચ્છાઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है