વિશેષ મુલાકાત

દેડીયાપાડા ખાતે “સાત પગલાં ખેડૂત કલ્યાણના” હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવવા માટે “સાત પગલાં ખેડૂત કલ્યાણના” અંતર્ગત તેઓ સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉનની સુવિધાઓને લીધે ખેતપેદાશોની ગુણવત્તા જાળવવાની સાથે ખેડૂતો યોગ્ય સમયે વેચાણ કરી શકશે
-સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ૩૮ ખેડુત લાભાર્થીઓને માલવાહક સાધન માટે અને ૭૫૦ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના સહિત કુલ- ૭૮૮ જેટલા લાભાર્થીઓને મંજુરીપત્રો એનાયત:

રાજપીપલા :- ગુજરાત સરકાર દ્વારા “આત્મનિર્ભર પેકેજ ” અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ખેડૂતો માટે ખાસ “સાત પગલાં ખેડૂત કલ્યાણના” હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજના લોકાર્પણનો કાર્યક્રમ સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, પૂર્વ મંત્રીશ્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયા, સંયુક્ત ખેતી નિયામકશ્રી મહેશભાઇ પટેલ, તાલુકાના અગ્રણીશ્રી માનસીંગભાઇ વસાવા, શ્રી મોતીભાઇ વસાવા, શ્રી રણજીતભાઇ ટેલર વગેરે મહાનુભાવો સહિત દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ખેડૂત લાભાર્થીઓની ઉપસ્થિતિમાં ગઇકાલે બપોર બાદ દેડીયાપાડા કૃષિ ઇજનેરી અને પોલીટેકનીક કોલેજ ખાતે દિપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો.

દેડીયાપાડા ખાતે યોજાયેલા ઉક્ત કાર્યક્રમને ખૂલ્લો મૂકતાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, “સાત પગલાં ખેડૂત ક્લ્યાણના” યોજનાઓ દ્વારા ખેડૂતો વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાથી ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહેશે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે. તદ્ઉપરાંત કિસાન પરિવહન યોજના અંતર્ગત કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા તેમજ ઉત્પાદનોને સમયસર બજારો સુધી પહોંચાડવા માલવાહક સાધન ભાડે ફેરવી પૂરક આવક મેળવી શકશે, તેમ પણ શ્રી વસાવાએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી મોતીસિંહ વસાવાએ સરકારશ્રીની કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવાનો ખાસ અનુરોધ કર્યો હતો. જ્યારે વડોદરાના વિભાગીય સંયુક્ત ખેતી નિયામકશ્રી મહેશભાઇ પટેલે પ્રસંગોચિત ઉદબોધનમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાની રૂપરેખા સાથે જરૂરી સમજ આપી હતી.

આ પ્રસંગે જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ૩૮ ખેડુત લાભાર્થીઓને માલવાહક સાધન માટે અને ૭૫૦ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના સહિત કુલ- ૭૮૮ જેટલા મંજુરીપત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાયાં હતા. આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમ નિહાળવાની સાથોસાથ કૃષિ ખેડુત કલ્યાણલક્ષી યોજનાની ફિલ્મ પણ નિહાળી હતી.

પ્રારંભમાં મદદદનીશ ખેતી નિયામકશ્રી ચેતનભાઇ ઠક્કરે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લાના આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલે આભારદર્શન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है