વિશેષ મુલાકાત

તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા :

વિવિધ અધિકારી/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા :


વ્યારા -તાપી : લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. આગામી તા.૩૦/૧૦/૨૦૨૨ તથા તા.૩૧/૧૦/૨૦૨૨ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું.

જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા “રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લાના બાગાયત ખાતા, ATMA પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ઉપરાંત જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે, કાપા.ઇ.સિંચાઇ વિભાગ ખાતે, આરોગ્ય વિભાગ ખાતે,વિવિધ આંગણવાડીઓ ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા હતા.  

પત્રકાર: કીર્તનકુમાર ગામીત, વ્યારા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है