વિશેષ મુલાકાત

ડુમખલ ગામની દેવ નદી ઉપર મોટો પુલ બનાવવા સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

આજરોજ  જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના ડુમખલ ગામ ની દેવ નદી ઉપર મોટો પુલ બનાવવા સાંસદ મનસુખ વસાવાને અને જીલ્લા કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું!

 

ડુમખલ, કણજી, વાંદરી, , દુડાખાલ,માથાસર, સરિબાર મા વસતા 8000 થી પણ વધુ આદિવાસીઓ નદી મા પુર આવતા સંપર્ક વિહોણા બનતા હોય આદિવાસીઓમાં મુળભુત જરુરીયાતો માટે લોકોમાં રોષ નો માહોલ:
ત્રણ ત્રણ મહિનાઓ સુધી આ વિસ્તારમાં લોકો ને શિક્ષણ , આરોગ્ય, ખેતી કામ , સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે ઉઠાવવી પડતી જીવ ના જોખમે ભારે તકલીફો તંત્ર મુક દર્શક ક્યાં સુધી બનશે !!!

અહિયાં નાં આદિવાસીઓની વારંવાર ની રજુઆતોનાં  સમસ્યાનુ નિરાકરણ કયારે ?? અનેક સમસ્યાઓ થી ત્રસ્ત લોકો લડી લેવાના મુડમાં? 

નર્મદા: વિકાસ ની વાતો કરતી રાજય સરકાર અને સમગ્ર દેશમાં રોલ મોડેલ તરીકે ગુજરાત ના ઢોલ નગારા વગાડી ને જાહેરાતો કરતી કેન્દ્ર સરકાર હજી પણ નર્મદા જીલ્લા જેવા અતિપછાત જીલ્લા મા પાયા ની જ મુળભુત સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઇ છે. જેના અનેક ઉદાહરણો નર્મદા જિલ્લા મા સમયાંતરે ઉજાગર થતા હોય છે.
કેન્દ્ર સરકારે ગુજરાત ના બે જીલ્લા એસપીરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત જાહેર કરેલ છે જે અંતર્ગત વિશિષ્ટ પ્રકાર ના પેકેજ ની જાહેરાતો કરવામાં આવી છે, ત્યારે નર્મદા જિલ્લા નાજ દેડિયાપાડા તાલુકા ના ઉંડાણ ના આદિવાસી ઓ આજે પણ ચોમાસા ની સીઝન દરમ્યાન ડુમખલ ગામ ની દેવ નદી મા પાણી આવતા ત્રણ ત્રણ મહિના ઓ સુધી મુળભુત સુવિધાઓ મેળવવા માટે ઝઝુમતા હોય છે, બાળકો ને શિક્ષણ મેળવવા નદી ઓળંગી જીવના જોખમે જવુ પડતુ હોય છે, આરોગ્ય લક્ષી સારવાર માટે તકલીફો ઉઠાવવી પડે છે, સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે ઝોલીઓ મા નાખી જીવના જોખમે નરી ઓળંગી જવુ પડતુ હોય છે , સરકારી કામકાજ ,ખેતી ના કામ સહિત જીવન જરુરીયાત ની ચીજ વસ્તુઓને મેળવવા ડુમખલ, કણજી, વાંદરી, માથાસર, ડુડાખલ અને સરિબાર જેવા ઉંડાણ ના ગામો મા વસતા લગભગ 8000 થી પણ વધુ આદિવાસીઓ દાયકાઓથી આઝાદી પહેલા પણ અને આઝાદી મેળવ્યા બાદ પણ હજુ સુધી મુશીબતો વેઠી રહયા છે.

નર્મદા જીલ્લા સહિત ભરુચ ના સાંસદ મનસુખભાઈ વસાવા ને આ અંગે અગાઉ પણ જયા જયાં કોઝવે બનાવ્યા છે ત્યા પુલ બનાવવા ની માંગ સાથે રજુઆતો આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ એ કરી હતી.
એસપીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે ભલે નર્મદા જીલ્લો જાહેર થયો પણ સમસ્યા તો આજે પણ  જશ નીતસ જ છે. જેથી આ વિસ્તાર ના આગેવાનો એ આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવાને આવેદનપત્ર આપીને પોતાની ફરિયાદ અને સમસ્યાઓ રજુ કરી કોઝવે ની જગ્યાએ પુલ બનાવવાની માંગણી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है