બ્રેકીંગ ન્યુઝવિશેષ મુલાકાત

જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોલીસ મથકે શાળા સંચાલક સામે લેખિત રજુઆત કરી પોલીસ ફરિયાદ કરાતા ચકચાર:

રાજકીય વગ વાપરી લોકો પાસેથી સંચાલક નાણાં ઉઘરાવતો હોવા સહિતના ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ ઘણુંબધું કહી જાય છે. 

શ્રોત; પ્રતિનિધિ તાપી,
તાપી જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા વ્યારા  પોલીસ મથકે ખાનગી શાળા સંચાલક સામે લેખિત રજુઆત કરી પોલીસ ફરિયાદ કરાતા ચકચાર:  પોતાની રાજકીય વગ વાપરી લોકો પાસેથી કેતન શાહ નાણાં ઉઘરાવતો હોવા સહિતના ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ ઘણુંબધું કહી જાય છે;  સાથોસાથ તાપી માટે આ વાત નવી નથી: ભૂતકાળમાં આવી બંને  ઘટનામાં રાજકીય વગનું પલ્લું ભારે રહ્યું છે, ત્યારે આ વિવાદમાં કાચું ન કપાય તે જરૂરી!
તાપીજીલ્લા શિક્ષણાધિકારી બી . એમ . પટેલે વ્યારા પોલીસ મથકે  ખાનગી શાળા સંચાલક કેતન શાહ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 
 પટેલ દ્વારા વ્યારા પોલીસ મથકે ખાનગી શાળા સંચાલક કેતન શાહ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી ગુનો નોંધવા રજુઆત કરી હતી. જેમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે અમોએ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની જવાબદારી નીભાવવાની હૌય છે . જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધરે અને વિદ્યાર્થીઓમાં રહેલી જુદી – જુદી શક્તિઓ બહાર આવે તે માટે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ શાળા દ્વારા કરાવવાની તેમજ તેનું મૂલ્યાંકન તથા નિરીક્ષણ કરવાનું હોય છે , અમો આ તમામ પ્રકારની કામગીરી સરકાર તેમજ શિક્ષણ વિભાગ સાથે તેના વિચાર – વિમર્શ અને સંકલનમાં રહીં કરીએ છીએ . કેતન શાહ તે મુકામ. વીરપુર(ફાટક પાસે) તા. વ્યારા જિ. તાપી ખાતે  વિદ્યાકુંજ વિદ્યાલય નામે  ખાનગી શાળા ચલાવે છે . તેમાં અમોએ શરૂઆતમાં આકસ્મિક મુલાકાત કરેલી ત્યારે ઘણીબધી અનિયમિતતાઓ ધ્યાને આવેલી . તે માટે કેતન શાહને લેખિત નોટીસ આપી આ અનિયમિતતાઓ દૂર કરવા જણાવેલ , આ માટે અને પૂર્વગ્રહ રાખીને  કેતન શાહ અમારી વિરૂધ્ધમાં  અમો વર્ગ – ૧ ના અધિકારી તરીકે કામ કરતા હોય અમારી પ્રતિષ્ઠાને હાની થાય તેવા પ્રયત્નો વોટ્સએપ ના જુદાજુદા ગૃપોમાં કરતા હતા આ બાબતે હમોએ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ખોટી અફવાઓથી શિક્ષકોની કે સમાજને ગેરમાર્ગેને દોરવા માટે ચેતવણી આપેલ . પરંતુ તેઓએ અમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપેલ . ઓ બાબતે તા . ૧૫ / ૦૪ / ૨૦૧૭ ના રોજ લેખિત નોટીસ આપી કેતન પાસે ખૂલાશો રજૂ કરવા જણાવેલ . કેતન શાહ દ્વારા તા . ૧૭ / ૦૪ / ર0ર0 ના રોજ ખુલાશો રજૂ કરવા માટે સ્વ – નિર્ભર શાળા સંચાલક મંડળ , તાપીના લેટરપેડનો ઉપયોગ કરેલ . અમોએ કેતન શાહને આપેલ નોટીસ વ્યક્તિગત હોય , વ્યક્તિગ ! ખૂલાસો  રજૂ કરવા જણાથી તેઓએ આપેલ ખુલાસો  અમાન્ય કરેલ, જે ખૂલાસો  રજુ કરવામાં આવ્યો તે સંચાલક મંડળના લેટરપેડમાં અને  જે રબરસ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે તે મહામંત્રી સંસદ સભ્યના હોદાનો ઉપયોગ કરેલ છે . આ રબરસ્ટેમ્પ બાબતે પણ તા . ર૬ / ૦૪ / ૨૦૨૦ ના રોજ અમોએ રબરસ્ટેપમાં લખેલ સંસદ સભ્ય અગે ખુલાસો  માંગેલ , આ બાબતને હજુ સુધી કોઇ ખૂલાસો  રજૂ કરેલ નથી . આ બાબતે અમોએ અત્રેના મત વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ , માન , જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , તાપી તથા તાપી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરેલી છે . | કેતન શાહનો ભૂતકાળ ખૂબ જ ગુનાહિત રહ્યો છે તથા હાલમાં પણ જુદા જુદા પદાધિકારીઓના પદનો દુરઉપયોગ કરીને લોકોને તેમજ શિક્ષણ જગતને છેતરી રહ્યો છે . ભૂતકાળમાં સરકારી નાણાંની ઉંચાપાત બાબતે તેની ઉપર પોલીસ કેસ તેમજ જેલવાસ પણ થયેલો છે . હાલમાં કેતન શાહે જુદા – જુદા ધારાસભ્યોના લેટરપેડને ઉપયોગ કરી સરકારની જુદી – જુદી યોજનાઓના ગેરકાયદેસર લાભ લે છે, આ ઘટના તાપી જીલ્લા પ્રસાસન માટે મોટો પડકાર:  અને વગ વગરનાં બીજા લોકો કે સંસ્થાઓ માટે આ કૃત્ય વખોડવાને યોગ્ય છે, વધુમાં ઓફિસે છાપો મારવામાં આવે તો ઘણાં બધા ધારાસભ્યોના કોરા લેટરપેડ અને બનાવટી રબરસ્ટેપ મળી શકે તેમ છે . કેતન શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હાલમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો અને જુદા – જુદા લોકો પાસેથી શિક્ષણ અને સમાજના કામ માટે ગેરકાયદેસર નાણા ઉઘરાવતો શિક્ષણની માફિયૌ છે સદર વ્યક્તિ  કેટલીક ગુનેગાર ટોળકીઓ સાથે મેળાવડો પણ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે , આ વ્યક્તિ રાજકીય વગનો પણ ઉપયોગ કરી સમાજના ગરીબ લોકોને કે અન્ય કેટલાક વ્યક્તિઓને ડરાવી અને ધમકાવવાનો પણ પ્રયત્ન કરે છે . કેતન શાહ બોલે તે કરી બતાવે તેવી વ્યક્તિ  છે . અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જુદા – જુદા ઇસમો સાથે મેળાવડાપણું કરી અમોને ધાક – ધમકી આપવાનો પ્રયત્ન કરે છે અને એવું  કહે છે કે   કોઈને સોપારી આપીને  બી . એમ . પટેલનું ખુન પણ કરાવી દઈશ , આ  વ્યક્તિ માથાભારે , બોલે તે કરી બતાવે તેવો છે અને અમો પરિવાર સાથે વ્યારામાં એકલા રહેતા હોય અમોને આ માણસ ગમે ત્યારે ગમે તે કરી બેસે એવી અમોને દહેશત છે , તેથી કેતન શાહ  મારા તથા મારો પરિવાર ઉપર કોઇ ગેરકાનુની કૃત્ય ન કરે ને કરાવે તે માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી સદર ઇસમને જેલના હવાલે કરવા તથા અમોને આમારા બચાવ માટે પોલીસ રક્ષણ પૂરું પાડવા આપ સાહેબને વિનંતી છે . જેવો ઉલ્લેખ તાપીજીલ્લા શિક્ષણાધિકારી બી એમ પટેલ દ્વારા કરાયો છે. હવે જોવું રહ્યું કે તાપી પોલીસ આ બાબતે કાયદાકીય પગલાં લેશે કે પછી કેતન શાહ રાજકીય દબાણ લાવી સાંગોપાંગ પાર ઉતરશે એ તો આગામી સમયજ બતાવશે, વધુ તો સમય બતાવશે કે અધિકારીને  ન્યાય મળશે કે રાજકીયકરણ ભારે પડશે?  શું તપાસ થશે કે સરકારી ગ્રાન્ટ ખાનગી શાળાને  કયાં કામે અને કેટલી ફાળવી? કયા અધિકારીઓ સામેલ? 

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है