વિશેષ મુલાકાત

ગારદા ગામમાં આંતરરાષ્ટ્રીય માનવ અધીકાર સમીતી અને ગ્રામીણ ટુડે ન્યુઝના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા

આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામમાં આંતરરાષ્ટ્રીય માનવ અધીકાર સમીતી અને ગ્રામીણ ટુડે ન્યુઝ  ના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,

નર્મદા: ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના નર્મદા જીલ્લા બોર્ડ પ્રમુખ  સર્જનકુમાર  વસાવાના  આગેવાનીમાં  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમીતી તેમજ ગ્રામીણ ટુડે ન્યૂઝનાં  સંયુક્ત  ઉપક્રમે  વૃક્ષારોપણ કાર્યક્રમ ગારદા ગામની પ્રાથમિક શાળા પ્રાંગણમાં ગામનાં અનેક આગેવાનોની હાજરીમાં આ સફળ કાર્યક્રમ યોજાયો હતો,

આ કાર્યક્રમમાં  વૃક્ષારોપણ બાદ કોરોના મહામારીનાં લોક ડાઉન પરિસ્થિતિમાં પોતાના સ્વસ્થની  પરવા કર્યા વગર સતત સેવા બજાવનાર ડેડીયાપાડા તાલુકા ના પોલીસ સ્ટાફ,પત્રકાર મિત્રો તેમજ નર્મદા વિસ્તારમાં સેવા સુરત ખાતેથી પધારેલા અનેક  કોરોના વોરીયર્સ તરીકે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, ડેડીયાપાડા PSI અજયકુમાર આર. ડામોરે પોતાનાં પ્રાસંગીક પ્રવચનમાં વૃક્ષોનું રોપણ સાથે ખુબજ જરૂરી છે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ,  ડોક્ટર.ઓનકાર સાહેબે જણાવ્યું હતું કે પર્યાવરણ માનવ જીવનપર મહત્વની અસર ઉપજાવે છે તેમણે જીવન માટે  વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું, અને ડામોર સાહેબ દ્વારા હાજર લોકોને ઓછામાં ઓછા ત્રણ વૃક્ષો રોપવા શપથ લેવડાવ્યા હતાં, સાથેજ વૃક્ષ જતન કરવાંનું સમજાવ્યું હતું, પર્યાવરણ માનવ જીવનપર મહત્વની અસર ઉપજાવે છે, 

આ કાર્યક્રમમાં ડેડીયાપાડા PSI અજયકુમાર આર.ડામોર, તેમજ શ્રી ડોક્ટર.ટી.એમ.ઓનકાર ihrcવાઇસ ચેરમેન  તેમજ ડો. સુનીલ ગામીત ihrc પ્રમુખ વેસ્ટ ઝોન ભારત, ભરૂચ વાલિયાના પ્રમુખ ડો. સંદીપ રજવાડી, માનવ અધિકાર સમિતિનાં જગદીશભાઈ વસાવા, પ્રદીપ ગામીત,  તાપીનાં કીર્તનકુમાર  ગામીત, રાષ્ટ્રીય લોક અધિકાર મંચ નર્મદા જિલ્લાના અધ્યક્ષ જેસીંગભાઇ, ડેડીયાપાડાના અનેક પત્રકાર મિત્રો  તેમજ ગામનાં વડીલો હાજર રહીને વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું  અને કાર્યક્રમના અંતે  કોરોના વોરીયરનું પ્રમાણપત્ર વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ.

કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પરિવારનાં સિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ અગ્રણી રિ.ડે.કલેકટર પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है