વિશેષ મુલાકાત

અભ્યમ્-181 ટીમ ડાંગ જિલ્લામા વર્ષ-૨૦૨૧ દરમિયાન હેલ્પલાઇનને કોલ દ્વારા ૭૦૪ જરુરિયાતમંદ મહિલાઓને મદદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લામા વર્ષ ૨૦૨૧ દરમિયાન અભ્યમ્-181 મહિલા હેલ્પલાઇનને કોલ દ્વારા ૭૦૪ જરુરિયાતમંદ મહિલાઓને સહાયતા પહોંચાડવામાં આવી હતી.
ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓ ને જરૂરિયાત ના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં અગત્યની કામગીરી કરી રહેલ છે.

જી.વી.કે .ઇ .એમ .આર.આઇ દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરવામાં આવી રહેલ છે, કોઈપણ મહિલા ના સારીરિક, માનસિક, આર્થિક, કે જાતીય પ્રશ્નો મા તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે, ટ્રેઇન મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલા ના પ્રશ્ન ને અસરકારકતા થી કાઉન્સિલગ દ્વારા હલ કરવામાં આવે છે, અને પારિવારિક બિન જરૂરી તકરાર મા સમાધાન કરાવવામાં આવે છે પરતું ઘણા સમય થી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે,

કિશોરીઓ, યુવતીઓ, પરણીત મહિલાઓ કે સિનિયર સિટીઝન ને ૨૪X૭ વિનામૂલ્યે સેવા પહોચાડમા આવી રહેલ છે,  આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામ ના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકાર ના મહિલા લક્ષી પ્રશ્નો નુ નિરાકરણ લાવવા ની દિશામાં કાર્યરત છે,
વર્ષ ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લા માંથી કુલ ૪૦૭ જેટલા મહિલા ઓ એ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ ,માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરેલ હતા જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના ૨૫૫ જેટલા કેસમા સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમદ્વારા મદદ પહોચાડવામાં આવેલછે
વર્ષ દરમિયાન ૧૯૯ જેટલા કેસોમા સમાધાન કરાવવામાં આવેલ છે, અને  ૧૯ જેટલા કેસો મા જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયેલ છે,  આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારશ્રી ના અન્ય વિભાગો મા અને પરિવાર ને હેન્ડઓવર કરવામાં આવેલ છે,
આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભ્યમ્-181 ટીમ  ગુજરાત ની મહિલાઓ ની સાચી સખી સાહેલી તરીકે દિન પ્રતિદિન વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है