બ્રેકીંગ ન્યુઝવિશેષ મુલાકાત

૧૭૩-ડાંગ વિધાનસભાની પેટા-ચૂંટણી સંદર્ભે પ્રચાર સાહિત્યના છાપકામ બાબત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

આહવા; ડાંગ ; ભારત ચૂંટણી આયોગ દ્વારા ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦નો કાર્યક્રમ જાહેર કરેલ છે. જે મુજબ તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલ છે. જેના અનુસંધાને ચૂંટણી અંગેના પોસ્ટરો, પત્રિકા વિગેરેના પ્રકાશન અને છાપકામ ઉપર નિયંત્રણ રાખવા સુચના આપેલ છે.
જેથી શ્રી ટી.કે.ડામોર (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં ચૂંટણી અંગેના પોસ્ટરો, પત્રિકા વિગેરેના પ્રકાશન અને છાપકામ ઉપર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક) તથા પ્રેસ રજીસ્ટ્રેશન એક્ટ-૧૮૬૭ ની કલમ-૪(૧), ૫, ૮(બી) અને ૧૩ મુજબ નિયંત્રણો રાખવા નીચે મુજબનો પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
ચોપાનિયા, ભીતપત્રો વિગેરે પર નિયંત્રણ
૧. કોઇપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા છાપેલાન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહી.
૨. કોઇપણ વ્યક્તિ ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે,
   (ક) તેના પ્રકાશકની સહી વાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ સહિ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને
   (ખ) લખાણ છપાવ્યા પછી મુદ્રક ત્રણ દિવસની અંદર લખાણની એક નકલ સાથે એકરાર પત્રની એક નકલ નીચેનાને મોકલી હોય
  (૧) રાજ્યના પાટનગરમાં છાપવામાં આવ્યુ હોય ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીને અને
  (૨) બીજે પ્રસંગે, તે જે જિલ્લામાં છપાવવામાં આવ્યુ હોય તે જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટને આ હેતુ માટે નિયુક્ત કરેલ નોડલ અધિકારીશ્રીને આપી હોય,
૩. તેઓએ છાપેલા/મુદ્રિત કરેલા ચૂંટણી અંગેના કોઇપણ ચોપાનિયા કે ભીતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટ પણે દર્શાવવાના રહેશે.
૪. મુદ્રિત સામગ્રીની ચાર નકલો તથા પ્રકાશક પાસેથી મેળવેલ એકરાર પત્ર છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારી ડાંગ દ્વારા આ કામ માટે નિયુક્ત કરવામાં આવેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ડાંગને મોકલી આપવાના રહેશે. આવી મુદ્રિત સામગ્રી એકરાર પત્ર જોડાણ-ક તથા જોડાણ-ખ મુજબના નિયત કરેલા પ્રફોર્મામાં જરૂરી વિગતો છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ડાંગને ઉદ્દેશીને મોકલી આપવાના રહેશે.
૫. ચૂંટણી અંગેના કોઇપણ ચોપાનિયા, ભીતપત્રોમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોમકે ભાષાને આગળ ધરીને અપીલ કરવી કે વિરોધી ઉમેદવારના ચારીત્ર્ય ખંડન જેવી કોઇ ગેરકાનુની બાબતોનો સમાવેશ કરી શકાશે નહી.

આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર કસુરવાર સામે પગલા લેવા તથા પ્રેસ રજીસ્ટ્રેશન એક્ટ-૧૮૬૭ હેઠળ મુદ્રણાલયનુ લાયસન્સ રદ કરવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है