વિશેષ મુલાકાત

સુરત ખાતે પ્રાદેશિક નગરપાલિકા નિયામકના અધ્યક્ષસ્થાને દિવાળી અને નૂતન વર્ષ અંતર્ગત સંકલન સમિતિની બેઠક યોજાઇ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  સુરત 

 સુરત કલેક્ટર કચેરી ખાતે પ્રાદેશિક નગરપાલિકા નિયામક અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને દિવાળી અને નૂતન વર્ષ પહેલાની છેલ્લી સંકલન સમિતિની બેઠક યોજાઇ : 

ધારાસભ્ય વિવેક પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલે અધિકારીઓને શુભેચ્છા પાઠવી :

સુરત કલેકટર કચેરી ખાતે આજે પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ દ્વારા જન સમૂહને સ્પર્શતા પ્રશ્નોને ચર્ચા ઉપર લઈ નિવારણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કચેરીઓના આંતરિક પ્રશ્નોને પણ ચર્ચામાં લઈ નિકાલ માટે સૂચનાઓ અપાઈ હતી ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ  ભાવેશભાઈ પટેલે દિવાળી અને નૂતન વર્ષ પહેલાં છેલ્લી બેઠક હોવાથી તમામ અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. 
આજની બેઠકમાં સંભવત: આવનારી ચૂંટણી અંગે તૈયારી રાખવા અને આચારસંહિતા અંગે સજ્જતા કેળવવા પણ તાકીદ કરવામાં આવી હતી. આજની મળેલી બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર  યોગરાજસિંહ ઝાલા અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત થયા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है