વિશેષ મુલાકાત

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી બાબતે મહિલાઓ સાથે વાર્તાલાપ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વલસાડ/ડાંગ રામુભાઈ માહલા 

મહિલા અભ્યમ 181 વલસાડ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી બાબતે મહિલાઓ સાથે વાર્તાલાપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ ના  સેગવી ગામમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આંગણવાડી કાર્યકર અને ગામના બહેનોને વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી નિમિત્તે અભયમની સેવાઓ, એપ અને મહિલા લક્ષી યોજનાઓ, બાળકોની સાર-સંભાળ ને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભયમ કાઉન્સેલર હાજર રહી અભયમ 181 મહિલા હેલ્પલાઇન ૨૪×૭ કલાક નિ:શુલ્ક સંપર્ક સેવા પૂરી પાડતી રાજ્ય સરકારની અભિનવ હેલ્પલાઇન છે જેમાં જરૂરિયાત મંદ મહિલાને શારીરિક, માનસિક જાતીય કે આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણીના સમયે અભયમ રેસ્કયુ વાન દ્વારા તાત્કાલિક સહાય ,સેવા, સલાહ,સૂચન અને માર્ગદર્શન આપવામાં આવે છે. અને લગ્નેતર સંબંધો પારિવારિક વિખવાદ અને કિશોરાવસ્થાના પ્રશ્નોમાં અસરકારક કાઉન્સિલિંગ કરી સમાધાન કરવામાં આવે છે. અને ગંભીર પ્રકારના ગુનાઓ, ઘરેલુ હિંસા, છેડતીના કેસમાં પોલીસ રક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત મહિલાલક્ષી યોજના વિશે પ્રાથમિક જાણકારી આપેલ અને ટેકનોલોજીના સહયોગ થકી સ્માર્ટ મોબાઈલ ફોનમાં ૧૮૧ એપ ડાઉનલોડ કરવાથી મહિલાને મુશ્કેલીના સમયે એપ નું બટન દબાવતા ગૂગલ મેપ દ્વારા લોકેશન શોધી મહિલાને તાત્કાલિક સેવા પહોંચાડી શકાય છે. અને જેમાં ૧૮૧ બટન દબાવતા પાંચ જેટલા સગા સંબંધીઓને કે મિત્રોને ઓટોમેટિક એસ,એમ,એસ મળી જાય છે. પુરાવા તરીકે ઘટનાસ્થળ ના ફોટો ,વિડિયો પુરાવા તરીકે ૧૮૧ ના સેન્ટરમાં મોકલી શકાય છે. જેથી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ની  સેવાઓ  અને એપ વિશે ની વિસ્તૃત  માહિતી આપી પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. .

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है