વિશેષ મુલાકાત

ભરાડા ગામની હાઈ રિસ્ક (જોખમી પ્રસુતિ ) માતા ની 108 માં સફળ ડિલિવરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ભરાડા ગામની હાઈ રિસ્ક (જોખમી પ્રસુતિ ) માતા ની એમ્બ્યુલન્સ 108 માં સફળ ડિલિવરી કરાવી હતી,  માતા અને બાળક બંને સ્વસ્થ; 

ગુજરાત સરકારની ૧૦૮ ઈમરજન્સી સેવા એ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકા ના ભરાડા ગામમા રવીનાબેન સંજય ભાઈ વસાવા ને પ્રસુતિ ની પીડા ઉપડતા તેમણે 108 મા કોલ કર્યો હતો ચીકદા લોકેશન ની 108 એમ્બ્યુલન્સ ને કોલ મળતા ગણતરી ની મિનિટો મા પાયલોટ સુરજ ઝાલા અને ઈ એમ ટી ઈરવ વસાવા એમ્બ્યુલન્સ લઈ ભરાડા ગામે પોહચી ગયા હતા. ઈ.એમ.ટી. ઈરવ વસાવા એ દર્દી રવીના બેન ને એમ્બ્યુલન્સ લઈ, બી પી, પલ્સ, રેસ્પીરેશન, spo2, ફીટલ હાર્ટ સાઉન્ડ ચેક કર્યા (vitals), તેમજ તેમની પ્રેગનેન્સી ની ફાઈલ ચેક કરી અને નજીક ના ફર્સ્ટ રેફરલ હોસ્પિટલ એસ ડી એચ ડેડીયાપાડા ખાતે લય ગયા હતા ત્યાં ના મેડિકલ ઓફિસર ડો ફાલ્ગુની બેને ચેક કર્યા બાદ 108 એમ્બ્યુલન્સ ના ઈ.એમ.ટી ઈરવભાઈ ને જણવ્યું કે દર્દી ને સિકલ સેલ છે, તેમણે રાજપીપલા સિવિલ હોસ્પિટલ લય જવા પડશે ઈ એમ ટી એ 108 સેંટરમા બેઠેલા ડો. મેહતા સાથે ચર્ચા કરી દર્દી ને રાજપીપલા સિવિલ જવા રવાના થયાં હતાં,  રાજપીપલાની નજીક આવતા દર્દી ને પ્રસુતિની પીડા વધી જતા ઈ એમ ટી એ એમ્બ્યુલન્સ મા દર્દી ને ચેક કરતા માલુમ પડ્યું કે દર્દી ની પ્રસુતિ એમ્બ્યુલન્સ માંજ કરાવી પડે તેમ છે, ઈ એમ ટી ઈરવ ભાઈ એ એમ્બ્યુલન્સ મા આવતી ડિલિવરી કીટ નો ઉપયોગ કરી એમ્બ્યુલન્સ માંજ ડિલિવરી કરાવી હતી ઈ એમ ટી એ બાળકના ગાળામા વિન્ટાયેલી નાળ દૂર કરી અને સકશન કરી બાળક ને જરૂરી સુવિધા પૂરી પાડી ડો. મેહતા સાથે વાત કરી પ્રસૂતા ને ઈન્જેકશન બોટલ અને જરૂરી સારવાર આપી આમ ઈ.એમ.ટી. ઈરવ વસાવા એ પોતાની સુજબુજ રાખી હાઈ રિસ્ક માતાની એમ્બ્યુલન્સ મા સફળ ડિલિવરી કરાવી અને માતા બાળક બંને નો જીવ બચાવ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है