વિશેષ મુલાકાત

બાંધકામ શ્રમિકો માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

બાંધકામ શ્રમિકો માટે વિવિધ યોજનાઓ;

બાંધકામ શ્રમયોગીના કલ્યાણ અને ઉત્કર્ષ માટે શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વન્તરી આરોગ્ય રથ જેવી વિવિધ યોજનાઓ;

યોજનાઓનો લાભ લેવા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી જરૂરી;

 વ્યારા-તાપી: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ, ૧૯૯૬ ની કલમ ૧૮ હેઠળ કરવામાં આવી છે. તથા રાજ્યમાં બાંધકામ શ્રમયોગીઓની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા બોર્ડની રચના કરવામાં આવી છે. જેમાં બાંધકામ શ્રમયોગીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મેળવવા માટે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવી જરૂરી છે.
રાજયમાં બાંધકામ શ્રમયોગીના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વન્તરી આરોગ્ય રથ યોજના વગેરે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે.
નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા અને તેની સુલભતા વધારવા તેમજ ગુજરાત રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી જાતે નોંધણી કરી શકે તે માટે ઇ-નિર્માણ પોર્ટલ https://enirmanbocw.gujarat.gov.in અને ગુગલ પ્લે સ્ટોર પરના ઇ-નિર્માણ એપ દ્વારા બોર્ડમાં જાતે જ નોંધણી કરી શકે છે. આ ઉપરાંત જીલ્લાના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે. બાંધકામ શ્રમયોગીની નોંધણી માટેની ૧૮ થી ૬૦ વર્ષની વય માર્યાદા, છેલ્લા ૧૨ મહિનામાં ૯૦ દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધાર કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશન કાર્ડ અને બેંકની વિગતો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.
વધુમાં જે બાંધકામ શ્રમિક તરીકે પહેલાથી બોર્ડમાં નોધાયેલ હોય તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોની વિગતો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી તથા મોબાઈલ નંબર અધુરી તથા ખુટતી હોવાથી જે-તે જિલ્લાના નજીકના CSC સેન્ટર પર જઈ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે જઈ તમામ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ટકાર્ડ મેળવી લેવા જિલ્લા નિરિક્ષક, શ્રમયોગી કલ્યાણ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है