આરોગ્યવિશેષ મુલાકાત

નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વ્યારામાં ફ્રીડમ રન યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ૨૧ ઓગષ્ટે વ્યારા માં ફ્રીડમ રન યોજાઈ.. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફીટ ઈન્ડિયા કાર્યક્રમમાં ૭૫ થી વધુ યુવાન-યુવતિઓ, કલેકટર, ડીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ પ કિ.મી.દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો..
તાપી જિલ્લાના યુવાનો વધુને વધુ સ્પોર્ટસ એકટીવીટીઝમાં ભાગ લેતા થાય,તેમજ દેશભક્તિની ભાવના કેળવાય અને જાગૃતિ આવે તે માટે આ અભિયાન શરૂ કરાયું છેઃ- કલેકટર એચ.કે.વઢવાણિયા
તાપી:  ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય ના ઉપક્રમે નેહરુ યુવા કેન્દ્ર, તાપી દ્વારા તાપી જીલ્લાના વડા મથક વ્યારામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આજરોજ ૨૧ મી ઓગસ્ટે ફ્રીડમ રન ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું.. કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા,જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયા,વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ ફ્રીડમ રનને જીલ્લા સેવા સદન વ્યારા થી સવારે ૭ કલાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ફ્રીડમ રન ૨.૦ માં ૭૫ થી વધુ યુવાન-યુવતિઓએ ભાગ લીધો હતો.


જિલ્લા સમાહર્તા એચ.કે.વઢવાણિયાએ તાપી જિલ્લાના યુવાનો,નાગરિકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે દેશની ૭૫ મી આઝાદી વર્ષ પર સમગ્ર ભારતમાં અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના યુવાનો વધુને વધુ સ્પોર્ટસ એકટીવીટીઝમાં જોડાય, તેમનામાં દેશભક્તિની ભાવના કેળવાય તેમજ જાગૃતિ આવે તે માટે આ અભિયાન શરૂ કરાયું છે.ગ્રાઉન્ડ લેવલે ભાગ લઇને જ ઓલિમ્પિકમાં જઇ શકાય છે. તાપી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં તાપી જિલ્લાના યુવાનો, નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે.
નેહરૂ યુવા કેન્દ્ર,સુરત-તાપીના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું હતું કે ૧૩ મી ઓગસ્ટ થી રજી ઓક્ટોબર સુધી દેશના ૭૪૪ જીલ્લામાં ફ્રીડમ રન ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનો મુખ્ય ઉદેશ્ય લોકો માં ફીટ ઇન્ડિયા કાર્યક્રમ પ્રતિ જાગૃતતા લાવવાનો છે ઉપરાંત “ફિટનેસ કી દોજ, આધા ઘંટા રોજ’ નો સંદેશ દરેક નાગરિક સુધી પહોચાડવાનો છે.


ફીટ ઈન્ડિયા ૨.૦ માં કલેકટર વઢવાણિયા, ડી.ડી.ઓ. ડો.કાપડિયાએ દોડમાં ભાગ લઇ યુવાનોને પ્રેરક પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. જિલ્લા યુવા અધિકારી, વ્યારા ચીફ ઓફિસર શૈલેષ પટેલ, સીનીયર કોચ ચેતન પટેલ, જિલ્લા રમત-ગમત અધિકારી અમરસિંહ રાઠવા, કુલીનભાઈ પ્રધાન, બારડોલી એન.સી.સી.કેડેટ્સ બહેનો, વહીવટી તંત્રના અધિકારીઓ/ પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૫ કિ.મીની દોડમાં પ્રથમ કલ્પેશભાઈ એસ.કોકણી, દ્વિતિય-માછી વિરેન્દ્ર ડી. અને તૃતીય નંબરે કોકણી કમલેશભાઈ છનાભાઈ આવ્યા હતા. આ યુવાનોને મહાનુભાવોએ પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા. ઉપસ્થિત તમામ ભાઈઓ-બહેનોએ ફીટ ઈન્ડિયા હેઠળ રાષ્ટ્રને મજબૂત બનાવવાના શપથ લીધા હતા. ભાગ લેનાર તમામ યુવાન ભાઈઓ-બહેનોને ટી-શર્ટ અપાયા હતા. તેમજ તેમના માટે પાણી, દૂધ-નાસ્તાની સગવડ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું આયોજન નહેરુ યુવા કેન્દ્ર તેમજ જીલ્લા પ્રશાસન તંત્ર તાપી ના સહયોગથી કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है