વિશેષ મુલાકાત

દેડીયાપાડા ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે :

નર્મદા જીલ્લાની પ્રજાજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહિવટીતંત્રનું જાહેર આમંત્રણ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

દેડીયાપાડા ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે : પ્રજાજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહિવટીતંત્રનું જાહેર આમંત્રણ;

             રાજપીપલા: તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૨ ને સોમવારના રોજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે દેશના ૭૬ માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે સવારે ૦૯:૦૦ કલાકે ધ્વજારહોણનો કાર્યક્રમ યોજાશે જેમા શ્રીમતી તેવતિયા રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પશે ત્યારબાદ જિલ્લા પોલીસ, હોમગાર્ડઝ વગેરે જેવા પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ હર્ષ ધ્વની (VOLLEY FIRING) બાદ જિલ્લા કલેકટરશ્રી પ્રસંગોચિત ઉદબોધન કરશે. ત્યારબાદ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતોની કૃતિઓ સહિત બામ્બુ-ડાન્સ રજૂ કરાશે. તદઉપરાંત, મહિલા પોલીસ દ્વારા વેપન હેન્ડલીંગનું નિદર્શન પણ કરાશે. ત્યારબાદ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે દેડીયાપાડા તાલુકાના વિકાસના કામો માટે રૂા.૨૫ લાખનો ચેક દેડીયાપાડા મામલતદારશ્રીને અર્પણ કરાશે. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર-વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ-સંસ્થાઓને તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ હાંસલ કરનાર શાળાઓના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી તેમનું સન્માન કરશે. ત્યારબાદ જિલ્લા કલેકરટ શ્રીમતી તેવતિયા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાશે. દેડીયાપાડા ખાતે જિલ્લાકક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है