વિશેષ મુલાકાતશિક્ષણ-કેરિયર

તાપી જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાની યુવાનો સાથે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાની યુવાનો સાથે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ખુશીનો માહોલ: 

ગડત ગામે ‘આદિવાસી ગૃપ‘ સંચાલિત લાયબ્રેરીના યુવાનો સાથે મુલાકાત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા.

ગ્રામ્ય વિસ્તારના ૧૫ થી વધુ ગામોના ૫૦ જેટલા યુવક-યુવતિઓ અહીં અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. ગામના સ્થાનિક નોકરીયાતોએ લાયબ્રેરીની સ્થાપના કરી યુવાઓ માટે રોજગારીની તકોનું સર્જન કર્યું. હાલમાં ૫ થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં સફળ બન્યા છે.

 વ્યારા : 06 તાપી જિલ્લામાં અગાઉ 15 જેટલા યુવાનો લશ્કરી ભરતીઓમાં પસંદગી પામ્યા હતાં. જિલ્લાના યુવક/યુવતીઓ બીજી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી રહ્યા છે. આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીએ ડોલવણના ગડત સ્થિત ‘આદિવાસી ગૃપ‘ સંચાલિત લાયબ્રેરીની મુલાકાત લઈને યુવાનોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી શક્ય એટલી મદદ કરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગે જુસ્સો વધાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ આકર્ષાય અને વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીઓમાં જોડાય તેવા લક્ષ્ય સાથે કામગીરી હાથ ધરી છે. જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાએ યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તે માટે સૌ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વધુ સારી રીતે કરી શકે તે માટે લાઈબ્રેરી અને અન્ય સુવિધા વિકસાવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
‘આદિવાસી ગૃપ‘ સંચાલિત લાયબ્રેરીના સ્થાપક જયેશભાઈ ગામીત સહિત ગામના નોકરીયાતોએ યુવાનોને અભ્યાસ માટે સારી સુવિધા મળી રહે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. ઓએનજીસીના અનુદાનથી લાયબ્રેરીને અદ્યતન બનાવવામાં આવી છે.
બામણામાળદુર ગામના યુવાન કેમીકલ એન્જીનીયર ગૌરાંગભાઈ ભરતભાઈ ચૌધરી ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં ઈન્સ્ટ્રકટર તરીકે પસંદગી પામ્યા છે.તેઓ જણાવે છે કે અહીં લાયબ્રેરીમાં વાંચન કરી હું સરકારી જોબ મેળવવા કામયાબ થયો છું.
અંધારવાડીદુર ગામના ગામીત પીનેશકુમાર મુળજીભાઈ દ.ગુ.વિજ કું.માં જુ.આસીસ્ટન્ટમાં પરીક્ષા આપી હતી. આજરોજ પરીણામ જાહેર થતા તેઓ પણ આનંદિત બન્યા હતા.
મંગળીયા ગામના વતની યુવાન એમ.એ.એમ.એડ સુધીનો અભ્યાસ કરી જીસેટની પરીક્ષામા; સફળ બન્યા છે. જ્યારે જીપીએસસીની પરીક્ષા પણ પાસ કરી ચૂક્યા છે. હાલ પીએચડી માટે પણ ક્વોલીફાઇ થઇ ગયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है