વિશેષ મુલાકાત

તાપી જિલ્લાની સખી મંડળની બહેનો બનાવે છે ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાની સખી મંડળની બહેનો બનાવે છે ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા :

સખી મંડળ થકી અનેક મહિલાઓ બની પગભર : 

વ્યારા-તાપી: ગુજરાતના છેવાડે આવેલ તાપી જિલ્લો આત્મનિર્ભર બનવામાં ક્યાય પાછળ નથી રહ્યો, જેનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડતી તાપી જિલ્લાની સખી મંડળની બહેનો છે. આજે ઘર હોય કે ખેતી તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે. મહિલાઓ પુરુષના ખભે ખભા મેળવી કામ કરી શકે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અડિખમ રહેતી હોય છે, જેનો લાભ લઈ તાપી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

ટૂંક જ સમયમાં જેમની સૌ કોઇ આતુરતાથી રાહ જોતા હોય છે, એવા ગણપતિ બાપ્પા પધાનાર છે તેમના આગમન અને સ્વાગત માટે સૌ કોઇ તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી અને કૈવલ સખી મંડળની ૧૫ જેટલી બહેનો નારિયેળના રેસામાંથી વિવિધ પ્રકારના સુશોભનની વસ્તુઓ અને ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી એક અનોખું વાતાવરણ ઉભુ કર્યું છે, અને લોકો આ કલાને પંસદ પણ કરી રહ્યા છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી મંડળના પ્રમુખ જયશ્રીબેન ચૌધરી જણાવે છે કે, અમે નારિયેળના રેસા માંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ. આ મૂર્તિ બનવાનો ઉદ્દેશય એ જ છે કે, ઓછા પાણીમાં વિસર્જન થાય અને પ્રદૂષણ પણ ન ફેલાય.
જયશ્રીબેન વધુમાં ઉમેરે છે કે, ગયા વર્ષે અમે જયારે કામ શરૂ કર્યું ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા અમારા બોરખડી ગામની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેમણે મારાં ઘરની પરિસ્થિતિ જોય અને એમણે જોયું કે અમને ઘણી બધી તકલીફો પડી રહી હતી અમને મૂર્તિ વેચવા માટે પૂરતી જગ્યા પણ ન હતી. બધુ જોયા પછી તેમણે આ બાબતે ચર્ચા કરીને અમને વન વિભાગ તરફથી સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેથી કરીને અમને મૂર્તિ વેચાણ માટે જગ્યા અને કામગીરી કરવા માટે પણ પૂરતી જગ્યા મળી રહી છે. હવે અમે સારી રીતે કામ કરી શકીએ છીએ અને મૂર્તિઓનું વેચાણ પણ કરી શકીએ છીએ. આવતા વર્ષે એના કરતા પર સારુ કામ કરી શકીશુ. અમને આટલી બધી સાગવાડો પુરી પાડવામાં આવી તે બદલ અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી ડી કાપડિયા, વન સંરક્ષક અધિકારીશ્રી આનંદ કુમાર અને હું મારાં સખીમંડળના તમામ બહેનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને આજે પગભર બનાવવામાં મદદરૂપ બન્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે બોરખડી ગામના પ્રગતી સખી સંઘ પાસેથી અમને ૫૦,૦૦૦/- રૂપિયાની સી.આઇ.એફ. અને ૧.૦૦ લાખની લોન મેળવી હતી. જેની મદદથી અમે રો-મટીરીયલ અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાના સાધનો ખરીધ્યા હતા. આજે અમને નારીયેળના રેસામાંથી વિવિધ સુશોભનની બનાવટો અને ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની બનાવટના વ્યવસાય થકી સખી મંડળના બહેનોને વાર્ષિક ૧,૬૦,૦૦૦/- જેટલી આવક મળી રહી છે જે અમારા માટે ખૂબ જ મોટી વાત છે. આ રકમ થકી બહેનો પોતાની આવક ઉપાર્જનમાં જરૂરી સાધનો મેળવવા અને તેનો ઉપયોગ કરવા ઉપરાંત તેઓના ઘરમાં આર્થિક રીતે મદદરૂપ બની રહી છે.

તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કાર્યરત નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (મિશન મંગલમ)ના સહયોગથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વેચાણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં સખી મંડળના બહેનોએ બનાવેલી નારિયેળના રેસા માંથી ઇકોફ્રેન્ડલી ગણપતિ અને વિવિધ સુશોભનની વસ્તુઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરી લોકોમાં અનોખી પ્રેરણા જગાડી રહી છે.

તાપી જિલ્લાના સખી મંડળોએ વર્ષ 2019માં કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા ખાતેથી નારિયેળના રેસામાંથી વિવિધ પ્રકારના ઇકોફ્રેંડ્લી વસ્તુઓ બનાવવાની તાલીમ લીધી હતી. જેના થકી નારિયેળના રેસામાંથી ઇકોફ્રેંડ્લી ગણેશજીની મૂર્તિ ,સુશોભનની વિવિધ વસ્તુઓ બનાવે છે.

સખી મંડળ થકી મહિલાઓ સશક્તિકરણનું આગવું ઉદાહરણ બની; 
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કાર્યરત નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (મિશન મંગલમ)ના સહયોગથી મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ પુરૂ પાડી રહી છે. અંતરીયાળ ગામડાની મહિલાઓને કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખી મંડળ એક મહત્વની અને આશીર્વાદ રૂપ સાબિત થઇ છે.

સખીમંડળથી પોતે અને પોતાના જેવી અનેક મહિલાઓ આજે રાજ્યમાં પગભર થઇ છે. પોતે જ કમાતી હોય તેનું ગૌરવ અનોખું હોય છે. પોતે આર્થિક રીતે સધ્ધર બનવાં સાથે તેઓ કુટુંબને પણ આગળ લઇ જવાં તથા બાળકોને સારી કારકિર્દી આપવાં માટે સક્ષમ બની છે,

નાળિયેરના રેસામાંથી તૈયાર કરાયેલ ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માટે સંપર્ક કરવા શ્રીમતી જયશ્રીબેન ચૌધરી (સ્નેહા સખી મંડળ, ગામ: બોરખડી) મોબાઈલ: 95860 24303 સરનામું: સખી મંડળની દુકાન, રેલ્વે સ્ટેશન પાસે, વ્યારા સીંગી રોડ, શમા બેકરી પાસે, વ્યારા-તાપી (2) શ્રીમતી શીલાબેન ચૌધરી (કૈવલકૃપા સખી મંડળ, ગામ: બોરખડી) મોબાઈલ: 9537568008 સરનામું: ગામ- બોરખડી, નાનીકુંદન ફળિયું, વ્યારા-તાપી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है