વિશેષ મુલાકાત

ડેડિયાપાડા થી મળેલી દીકરીની પરિવારના સભ્યો સાથે મિલન કરાવતી નિર્ભયા સ્કોડ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લા પોલીસનો નિર્ભયા સ્કોડનું એક પછી એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી ડેડિયાપાડા થી મળેલી દીકરીની પરિવારના સભ્યો સાથે મિલન;

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરી ના સલાહ સુચન પ્રમાણે કામ કરતી નિર્ભયા સ્કોટ ના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે. કે. પાઠક ના નેતૃત્વમાં ખૂબ જ પ્રશંસનીય અને ઉત્તમ કામગીરી નિર્ભયા સ્કોટ એક પછી એક કરી રહે રહી છે હાલમાં ડેડીયાપાડા થી એક અજાણી છોકરી ઉંમર વર્ષ 17 મળી આવેલ હતી પરંતુ તે છોકરી પોતાની નામ અને ગામ બતાવતી ન હતી જેથી એમના ઘર સુધી પહોંચવું ખૂબ જ અઘરું હતું તે છોકરીને રાજપીપળા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર લાવી સોપેલ હતી, પરંતુ ત્યાં પણ તે છોકરી કશું જ બતાવી ન હતી સખી વન સ્ટોપ સેન્ટર ના સંચાલક મંદાબેન પટેલ બે દિવસ ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ તે છોકરી કશું જ બતાવતી ન હતી ત્યાર બાદ આ બાબતે પીએસઆઇ પાઠક સાહેબ ઉપર સખી વન સ્ટોપ સેન્ટર સંચાલક મંદાબહેન પટેલ નો પાઠક સાહેબ ઉપર ફોન આયો કે છોકરી કશુંજ બતાવતી નથી પાઠક સાહેબે આ બાબતે પોલીસ અધિક્ષક સાહેબ ને બધી વાત થી અવગત કરાયા અને ત્યાર પછી પોલીસ અધિક્ષક ની સુચના પ્રમાણે નિર્ભયા સ્કોટ ના મનિષાબેન જગસીભાઇ માલકીયા તથા કવિતાબેન જીવનભાઈ જાની બંને બહેનો ને એ છોકરી પાસે પોતાની ઓળખાણ છુપાવીને રહેવા અને કાઉન્સિલિંગ કરવા માટે તૈયાર કર્યા નિર્ભયા સ્કોટના જાબાજ બહાદુર બંને બહેનો તે છોકરી પાસે સવારથી રાતના દસ વાગ્યા સુધી એના રૂમમાં છોકરી ના સાથે રહી તે છોકરીને વિશ્વાસમાં લઇ ખૂબ જ ઘનિષ્ઠ મિત્રતા બનાવી હતી નિર્ભયા નું બંને છોકરીઓને થયું કે હવે આ છોકરી આપણા વિશ્વાસમાં છે તે પછી તે છોકરીને પૂછવાનું શરૂ કર્યું વાતો વાતોમાં તે છોકરીને સાચું નામ અને પિતાનું નામ શામજીભાઈ અને છોકરીના ભાઈ નું નામ દિલીપભાઈ ગામ છલવાટા તાલુકો નસવાડી જિલ્લો છોટા ઉદયપુર બતાયુ રૂમની અંદરથી નિર્ભયાની બહેનો એ ઇન્ચાર્જ પી.એસ.આઇ પાઠક ને જાણ કરી હતી તાત્કાલિક પાઠક નસવાડી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી છલવાટા ગામના સરપંચ વિનુભાઈ નું ફોન નંબર લઈને સરપંચ ને દરેક વાત છે વિનુભાઈ ને અવગત કર્યા હતા સરપંચ વિનુભાઈ તાત્કાલિક છોકરી ના ભાઈ દિલીપભાઈ શામજીભાઈને સંપર્ક કરી સવારે રાજપીપળા ખાતે આવી સખી વન સ્ટોપ સેન્ટર ના સંચાલક મંદાબહેન પટેલ પી.એસ.આઇ પાઠક તથા નિર્ભયા સ્કોટના બહેનો રેખાબેન તથા પ્રભાબેન ના રૂબરૂમાં સોપેલ છે. 

       આવી ખુબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી નિર્ભયા સ્કોટ કરી પરિવાર થી વિખુટા પડેલ છોકરીને એના પરિવારથી મિલાપ કરાઈ તે બદલ છલવાટા ગામના સરપંચ વિનુભાઈ તથા છોકરીના ભાઈ દિલીપભાઈ નિર્ભયા સ્કોટ ના ખૂબ જ આભાર માન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है