
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ગિરિમથક સાપુતારા ખાતે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત લઈ સાપુતારા નો વિકાસ અને સ્વચ્છતા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
સાપુતારાના સરહદીય વિસ્તારને અડી આવેલ હતગઢ ખાતે કાર્યક્રમ માટે પધારેલા કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા એ સાપુતારા ખાતે હોટેલ એસોસિએશન ની મુલાકાત લઈ સાપુતારા માં થયેલ વિકાસ અને હરિયાળું વિસ્તાર નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આદિવાસી વિસ્તારમાં વધુ વિકાશકીય કામો હાથ ધરવામાં આવશે તેમ જણાવી આગામી દિવસોમાં આ વિસ્તારમાં મુલાકાત લેવા ખાતરી આપી હતી. સાપુતારા હોટેલ એસોસિએશન ના સેક્રેટરી તુકારામ કર્ડિલે અને મહારાષ્ટ્ર ભાજપ આદિવાસી પ્રદેશ મહામંત્રી એન.ડી.ગાવીતે કેન્દ્રીય આદિજાતિ મંત્રી નું શાલ ઓડાડી ભાવભીનું સ્વાગત કર્યું હતું.