બ્રેકીંગ ન્યુઝવિશેષ મુલાકાત

કોવિડ-19 ની સારવાર અંગે ક્લિનિકલ પરીક્ષણ માટે રજીસ્ટ્રેશન થયું જે વ્યારા નગર અને ગુજરાત માટે ગૌરવરૂપ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર 
વ્યારા: ર્ડા અતુલ દેસાઈ દ્વારા સંશોધિત સિકલસેલ એનિમિયાની સારવારમાં ઉપયોગી સિદ્ધ થયેલ આયુર્વેદિક દવા T – AYU – HM PREMIUM અને કાંદાની વરાળનો નાસ કોવિડ-19 ની સારવાર અંગે ક્લિનિકલ પરીક્ષણ માટે રજીસ્ટ્રેશન થયું જે વ્યારા નગર અને ગુજરાત માટે ગૌરવરૂપ બાબત:
ડૉ.અતુલ દેસાઈએ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત પત્રકારોને વિશેષ વિગતો જણાવી,
ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ વ્યારા નગર સ્થિત ધન્વંતરિ ક્લિનિક આયુર્વેદ હેલ્થકેર એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ સંશોધનકર્તા ડૉ અતુલ દેસાઈ સાથે સહાયક સંશોધનકર્તા ડૉ. હેમશ્રી દેસાઈ, ડૉ. ચિરાગ દેસાઈ તેમજ ઋત્વિજ દેસાઈ ની સયુંકત ટીમ દ્વારા સિકલસેલ એનિમિયા ની ટ્રીટમેન્ટ માટે સંશોધિત આયુર્વેદિક દવા T – AYU – HM PREMIUM અને કાંદાની વરાળનો નાસ નું કોવિડ-19 ની સારવાર અંગે ક્લિનિકલ પરીક્ષણ અને અભ્યાસ માટે રજીસ્ટ્રેશન બાબતે ડૉ.અતુલ દેસાઈએ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત પત્રકારોને વિશેષ વિગતો સાથે જણાવ્યું હતું કે ધન્વંતરિ ક્લિનિક આયુર્વેદ હેલ્થકેર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સિકલસેલ એનિમિયાની સારવાર માટે વર્ષ 2007માં સંશોધિત કરેલ આયુર્વેદિક દવા T – AYU – HM PREMIUM અને કાંદાની વરાળનો નાસ (Onion steamvaporization/nebulisation)નું કોવિડ-19 સંક્રમિત સામન્ય લક્ષણો ધરાવતા તેમજ ગંભીર લક્ષણો ધરાવતા 18 થી 80 વર્ષની ઉંમર ના દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ મળ્યા હોવાનું જણાવ્યું હતું.
ડૉ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે કોવિડ -19 સંક્રમિત અલગ અલગ લક્ષણો ધરાવતા 30 દર્દીઓ આયુર્વેદિક ફોર્મ્યુલેશન આધારિત આ  દવા. T-AYU-HM PREMIUMસવાર – સાંજે 2-0-2 ટેબ્લેટ, તેમજ Onion Nasya Solution (ઓનીયન નાસ્ય સોલ્યુશન) નો નાસ્ય ( કાંદાની વરાળનો નાસ્ય) વેપોરાઇઝર દ્વારા સવાર – સાંજ આપવાનું શરૂ કરેલ પરિણામ સ્વરૂપ T- AYU- HM Premium અને કાંદાની વરાળના નાસ 5 થી 7 દિવસની અંદર નોંધપાત્ર રાહત આપે છે 3 થી 4-. દિવસની અંદર ગુમાવેલી સ્વાદ અને ગંધ ફરીથી પ્રાપ્ત થાય છે,
10 દિવસ પછી સંબંધિત ડાયગ્નોસ્ટિક ક્રોસ ચેક પરીક્ષણ કરતા 80% નેગેટીવ રિપોર્ટ આવેલ IV અને IM સારવારની જરૂર નથી
ન્યુટ્રોફિલ્સ, લિમ્ફોસાઇટ્સ, ઇએસઆર અને સીઆરપી જેવા હિમેટોલોજિકલ પરીક્ષણ 7 દિવસની અંદર નોર્મલ થયેલ હોવાનું જણાયું 21 દિવસના અંતે, હિમેટોલોજિકલ રિપોર્ટ અને શારીરિક પરીક્ષણ સંપૂર્ણપણે નોર્મલ હતા.
COVID 19 સંક્રમિત 18 વર્ષથી લઈ 85 વર્ષની ઉંમરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ મજબુત થતા તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ખારાશ , ખાંસી , માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તેમજ સ્વાદ અને ગંધ ગુમાવવાની સ્થિતિ જેવા લક્ષણોથી ગ્રસિત દર્દીઓ સંપૂર્ણ તંદુરસ્તી સાથે તેઓ ઝડપભેર 6 થી 7 દિવસમાં સંપૂર્ણ સાજા થઈ ગયા હતા
આમ તેમના દ્વારા સંશોધિત દવા “T-AYU-HM PREMIUM” જે COVID-19 ના દર્દીઓ માટે સંજીવનીરૂપ બની છે
આયુર્વેદિક ફોર્મ્યુલેશન આધારિત T – AYU – HM PREMIUM અને કાંદાની વરાળનો નાસ અંગે વધુ પ્રકાશ પાડતા ડૉ દેસાઈ એ જણાવ્યું હતું કે
T-AYU-HM PREMIUM ટેબ્લેટ દ્વારા કોરોના વાયરસથી પીડાતા દર્દીઓને જે રાહત મળે છે તે અંગે વધુમાં જણાવ્યું હતું કે “T-AYU-HM PREMIUM” ટેબ્લેટ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તેમજ શ્વસનતંત્ર સુચારુ રૂપે કાર્ય કરે તેમાં મદદરૂપ થાય છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનનું યોગ્ય પ્રમાણ જળવાય રહે છે, વાયરસના સંક્રમણ સામે રક્ષણ કરે છે, શરીરમાં Toxicity (ગંભીર ઘાતક વિષક્ત તત્ત્વોને ) દૂર કરે છે, એન્ટીસિકલિંગ આયુર્વેદિક દવા T-AYU-HM PREMIUM ટેબ્લેટના કોરોના સંક્રમિત દર્દીઓમાં  અદ્ભૂત ચમત્કારિક પરિણામો મળી રહ્યા છે.
——————
18 વર્ષથી લઈ 80 વર્ષની ઉંમરના કોરોના ગ્રસ્ત દર્દીઓ સારા થયા:
——————
40 % થી 70% ટકા ન્યુમોનિયા ગ્રસ્ત ફેફસાઓ ના દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા:
——————-
ડાયાબિટીસ , હૃદયરોગ, સિકલસેલ, કિડની રોગ તેમજ અન્ય ગંભીર રોગોથી પીડિત COVID-19 સંક્રમિત દર્દીઓ T-AYU-HM PREMIUM થી સંપૂર્ણપણે કોરોના મુક્ત થયા:
——————–
તેમના પરામર્શ અને માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં કુલ 30 કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણ તંદુરસ્તી સાથે સારા થયા જેમાં
T-AYU-HM PREMIUM” દવા અસરકારક મદદરૂપ થઇ છેઆ અગાઉ ધન્વંતરિ ક્લિનિક આયુર્વેદ હેલ્થકેર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારાકોરોના વાયરસના સંક્રમણના સંભવિત ઉપચાર હેતુ આયુર્વેદિક ફોર્મ્યુલેશન યુક્ત “T-AYU-HM PREMIUM” ટેબ્લેટ અને કાંદાની વરાળનો નાસ (Onion steamvaporization/nebulisation) માટે મુખ્ય સંશોધનકર્તા ડૉ. અતુલ દેસાઈ સાથે સહાયક સંશોધનકર્તા ડૉ. હેમશ્રી દેસાઈ, ડૉ. ચિરાગ દેસાઈ તેમજ ઋત્વિજ દેસાઈ દ્વારા સંશોધનાત્મક પેપર…….- *International Journal of Scientific Development and Research – IJSDR(ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક ડેવલોપમેન્ટ એન્ડ રિસર્ચ )
(IJSDR) ) માં પ્રસ્તુત કરેલ જેને IJSDR દ્વારા સ્વીકાર કરી જર્નલમાં પ્રકાશિત કરેલ છે
“કાંદાની વરાળનો નાસ” {ના ફાયદા}
કાંદાની વરાળનો નાસ ફેફસાં અને શરીરના અવયવોમાં વાયરસને વધુ ફેલાતો રોકવામાં સહાયભૂત થાય છે.
કાંદાની વરાળમાં એન્ટિવાયરલ, એન્ટીઇનફ્લેમેશન અને અસ્થમા વિરોધી તત્વો છે.
કોવિડ -19  કોરોના વાયરસ શરીરના એક્ટિવ કોષો અને નાક, ગળા અને ફેફસામાં ચેપ લગાડે છે. તે કોષ પટલ અને ન્યુક્લિયસને પણ નુકસાન પહોંચાડે છે, જેને લઈ વાયરસ શરીરમાં ફેલાતો જાય છે.
મોટે ભાગે તે શ્વાસનળી, ફેફસાં, શ્વાસનળીઓની, અલ્વિઓલી-રુધિરકોશિકાઓને અસર કરે છે. એલ્વેઓલી અને રુધિરકોશિકાઓ નબળી પડે છે જેને લઈ ઇનફ્લેમેશન અને ઓક્સિજનનું સ્તરને નીચું જવાના લક્ષણો દેખાય છે પરિણામ સ્વરૂપ શ્વસનતંત્ર સંક્રમિત થતા કફ થવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય છે
કાંદાની વરાળને નાસ તરીકે અથવા નેબ્યુલિઝર દ્વારા ઇન્ટ્રાનાસલી રીતે આપી શકાય છે, કાંદાની વરાળમાં એન્ટિવાયરલ, એન્ટીઇનફ્લેમેશન અને અસ્થમા વિરોધી તત્વો હોવાથી કોવિડ -19  કોરોના વાયરસ શ્વસનતંત્રમાં પ્રવેશ કરતો રોકવામાં મદદ મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है