બ્રેકીંગ ન્યુઝ

ડેડીયાપાડા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોનાં માનદ વેતનમાં કપાત બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર 

આંગણવાડી વર્કર બહેનો નું વેતન કોના ઇશારે કપાયું ??? ગુજરાતમાં “એક ને ગોળ અને એક ને ખોળ” ની નીતિ ચર્ચા નો વિષય..! 

ડેડીયાપાડા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોનાં માનદ વેતનમાં કપાત બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું:

એક તરફ ગુજરાત પોલીસ અને કર્મચારીઓ માટે માટે કરોડો રૂપિયાની જાહેરાત થઈ તે વચ્ચે નર્મદા જીલ્લામાં ડેડીયાપાડા તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો નુ વેતન કાપી લેવાની ઘટના નિંદનીય..! 

ડેડીયાપાડા તાલુકામાં આંગણવાડી વર્કર બહેનો નો કારણદર્શક નોટીસ વિના ICDS ના મુખ્ય સેવિકા દ્વારા માનદ વેતન પર કાપ મુકવામાં આવ્યુ છે, ત્યારે ૧૭, ઓગસ્ટ ના રોજ ડેડીયાપાડા પ્રાંત અધિકારી ને ઉદ્દેશીને મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 ICDS દેડીયાપાડા ઘટક ૧ ના સેજપુર સેજા ૧ ના સુપરવાઈઝર દ્વારા સેજપુર સેજામાં આવતા આંગણવાડી વર્કર બહેનો ને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર હાલ જુલાઈ માસ ૨૦૨૨ માં આંગણવાડી વર્કર બહેનો ને માનદ વેતન કરવામાં આવેલ હતું જેમાં સેજપુર સેજા ૧ કેટલીક આંગણવાડી વર્કર બહેનોને કારણદર્શક નોટીસ વિના ૧૫ દિવસનું માનદ વેતન ચુકવવામાં આવેલ નથી જે ગેર વ્યાજબી છે. અને ગેર બંધારણીય પણ છે, નિયમોનુસાર વેતન પર કાપ મુકતા પહેલા કર્મચારી ને કારણદર્શક નોટીસ આપવામાં આવે છે, જો કર્મચારી તેમાં ગેરલાયક પુરવાર થાય તો તેનું વેતન પર કાપ મુકવો હિતાવહ છે પણ સેજપુર સેજા ૧ અને ૨ નાં મુખ્ય સેવિકા દ્વારા કે જેમણે તેમના ઉપરના અધિકારી ની પરવાનગી વગર પોતે સર્વેસ્વ બની ને આ નિર્ણય લીધેલ છે જે વ્યાજબી નથી. જેની જાણ ડેડીયાપાડા તાલુકાના CDPO ને કરેલ હતી પણ જે માહિતી થી તેઓ અજાણ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

           હાલ આંગણવાડી વર્કરને ૭૭૫૦/- માનદવેતન મળે છે જે અપૂરતું છે અને મોંઘવારી સમયે કુટુંબનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. મહિલા સશક્તિકરણ નું અભિયાન ચલાવતી ગુજરાત સરકાર આ મોંઘવારી નાં સમયમાં આદિવાસી બહેનો પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે? તે પણ એક ગંભીર બાબત છે, તો હાલ ચુકવવામાં આવતા ૭૭૫૦/- જેટલા નહીવત માનદવેતન માં પૌષણ સુધા અને માતૃમંડળ જેવી યોજનાઓ આંગણવાડી વર્કર બહેનો દ્વારા સ્વખર્ચે ચલાવવામાં આવે છે અને તેની ચુકવણી પણ લાંબા સમય સુધી કરવામાં આવતી નથી. સમયાનુસાર મુખ્ય સેવિકા દ્વારા અવારનવાર મીટીંગોમાં વર્કરોને વિવિધ કામગીરી બાબતે માનસિક ત્રાસ આપવામાં આવે છે, ટ્રાવેલિંગ એલાઉંશ પણ આપવામાં આવતું નથી અને આંગણવાડી વર્કર બહેનો ને તેમની મૂળભૂત ફરજ સિવાયની કામગીરી જેમકે કોમ્પુટર માં વિવિધ પ્રકારની ડેટા એન્ટ્રીઓ, રાંધણ ગેસ ભરાવવું સ્વખર્ચે વારંવાર મંગાવવામાં આવે છે. જો પોતાને પડતી તકલીફ વિષે જણાવવામાં આવે તો ફરજ મુક્ત થઇ જવા દબાણ કરવામાં આવે છે. જેવાં અતિ ગંભીર આક્ષેપો બહેનોએ લગાવ્યાં હતાં  વધુમાં ઉમેર્યું હતું કે સુપરવાઇઝર વર્કર બહેનો સાથે અસભ્યતા થી વર્તન કરવામાં આવે છે, જેવી બાબતો ને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે એવી ડેડીયાપાડા તાલુકાના આંગણવાડી વર્કર બહેનો ની માંગ  ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है