દક્ષિણ ગુજરાતવિશેષ મુલાકાત

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા(તાપી) દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન રાષ્ટ્રિય પોષણ માસ-૨૦૨૦ની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે  દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન રાષ્ટ્રિય પોષણ માસ-૨૦૨૦ ની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી: 

તાપી; વ્યારા: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૦ના સપ્ટેમ્બર માસ દરમ્યાન રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમોમાં ૨૪૦ આદિવાસી ખેડૂત મહિલાઓ, ૧૭૮ આંગણવાડી કાર્યકરો અને ૪૪ ખેડૂતો મળી કુલ ૪૬૨ મહિલાઓ/ખેડૂતોએ ઉમંગભેર ભાગ લીધો હતો.


રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણીમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી વર્કર માટે ‘ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન અને મહિલાઓ/બાળકો માટે પોષક આહાર’ વિષય ઉપર ચાર(૪) દિવસ ઈન-સર્વિસ તાલીમ કાર્યક્રમો, મહિલાઓ માટે ‘આહાર અને પોષણ’ વિષય ઉપર ચાર(૪) તાલીમ કાર્યક્રમો, મહિલા શિબિર, ખેડૂત શિબિર, ખેડૂત/મહિલા મિટીંગ, પોષણ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો, વૃક્ષારોપણ, પોષણયુક્ત વાનગી હરીફાઈ, પોષણ શપથ,ફળઝાડ/સરગવાના છોડનું વિતરણ, ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન કીટનું વિતરણ વિગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આહાર અને પોષણ અંતર્ગત ૧૧,૧૩૮ જેટલા ખેડૂતો/મહિલાઓને m-kisan portal દ્વારા તેઓના મોબાઈલ ફોનમાં માતૃભાષામાં મેસેજ મોકલવામાં આવ્યા હતા.
સદર કાર્યક્રમમાં કે.વી.કે., વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા, ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોની, બાગાયત વિભાગના વૈજ્ઞાનિક ડો. ધર્મિષ્ઠા પટેલ તથા અન્ય વૈજ્ઞાનિકશ્રીઓએ ટેકનિકલ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.વિભિન્ન કાર્યક્રમોમાં મહાનુભાવો/અધિકારીઓ જેવા કે શ્રી પ્રભુભાઈ વસાવા, માન. સાંસદશ્રી-૨૩-બારડોલી મત વિસ્તાર, કલેક્ટર-તાપી, અધિક નિવાસી કલેક્ટર-તાપી, પ્રાંત અધિકારી-તાપી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી-તાપી,જિલ્લા ખેતીવાડી અધિકારી-તાપી, જિલ્લા આયુર્વેદ અધિકારી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક(જુવાર)-સુરત, આઈ.સી.ડી.એસ. ના સી.ડી.પી.ઓ., વિવિધ ગામોના સરપંચ તથા ગ્રામ પંચાયતના કમિટિ સભ્યો, મહિલા સામખ્યના કાર્યકરો, જીવન વહળ ટ્રસ્ટના સામાજીક કાર્યકરો વિગેરે
ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને પોષણ અભિયાન અંગે જાગૃત કરવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. પોષણ માસની ઉજવણી દરમ્યાન ઈફકો કંપનીના સહયોગથી ૧૦૦ આંગણવાડી કાર્યકરો અને ખેડૂત મહિલાઓને સરગવાના છોડ સહિત ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કે.વી.કે., વ્યારાના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है