લાઈફ સ્ટાઇલ

મહિન્દ્રા હોલિડેઝ તમિળનાડુમાં રૂ. 800 કરોડનું રોકાણ કરશે:

પ્રોજેક્ટ્સ 1500થી વધુ લોકો માટે રોજગાર સર્જન કરશે: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

મહિન્દ્રા હોલિડેઝ તમિળનાડુમાં રૂ. 800 કરોડનું રોકાણ કરશે:

કંપની ત્રણ ગ્રીનફિલ્ડ રિસોર્ટ્સનું નિર્માણ કરશે:

આ પ્રોજેક્ટ્સ 1500થી વધુ લોકો માટે રોજગાર સર્જન કરશે: 

મુંબઇ: ભારતની અગ્રણી વેકેશન ઓનરશીપ અને લેઝર હોસ્પિટાલિટી કંપની મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (એનએચઆરઆઇએલ)એ તમિળનાડુ સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરીને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરી છે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં પ્રવાસન અને રોજગારની તકોને બળ આપવાનો છે.

આ એમઓયુ અંતર્ગત એમએચઆરઆઇએલ આગામી પાંચથી છ વર્ષમાં ત્રણ ગ્રીનફિલ્ડ રિસોર્ટ્સના નિર્માણ માટે રૂ. 800 કરોડનું જંગી રોકાણ કરશે. આ ઉપરાંત તમિળનાડુ સરકાર સાથે સહયોગ કરીને MHRIL રાજ્યના પ્રવાસન સેક્ટરમાં સક્રિયપણે યોગદાન આપશે, જેથી તેની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપી શકાય. આ ભાગીદારી તમિળનાડુના આર્થિક વિકાસ પ્રત્યે એમએચઆરઆઇએલની કટીબદ્ધતાનો પુરાવો હોવાની સાથે-સાથે 1500થી વધુ લોકો માટે રોજગારની પ્રત્યક્ષ તકોનું સર્જન કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે, જેનાથી રાજ્યના એકંદર અર્થતંત્રમાં યોગદાન આપી શકાશે.

એમએચઆરઆઇએલ દ્વારા આ બીજું સૌથી મોટું રોકાણ હશે, જે પહેલાં ગત વર્ષે ઉત્તરાખંડમાં રૂ. 1000 કરોડનું રોકાણ કરાયું હતું. તે વર્ષ 2030 સુધીમાં રૂમ ઇન્વેન્ટરી 5000થી વધારીને 10,000 કરવાની કંપનીની મજબૂત વિસ્તરણ યોજનાનો હિસ્સો છે. આ નોંધપાત્ર રોકાણ સાથે એમએચઆરઆઇએલ તમિળનાડુમાં તેની ઉપસ્થિતિ બમણી કરશે. ક્લબ મહિન્દ્રાના રિસોર્ટ્સ ઉટી અને કોડાઇકેનાલમાં પહેલેથી જ કાર્યરત છે.

ક્લબ મહિન્દ્રા તેના 2,90,00 સંતુષ્ટ પરિવારોના મજબૂત આધારને ભારત અને વિદેશમાં 125થી વધુ ઉત્કૃષ્ટ રિસોર્ટમાં હોલીડે ઓફર કરે છે. આ રિસોર્ટ્સ 2000થી વધુ વિશિષ્ટ અનુભવો પ્રદાન કરે છે જે પરિવારોમાં વિવિધ પેઢીઓની હોલીડેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. કંપનીએ ભૂતકાળમાં ઉત્તરાખંડમાં બિનસાર, કર્ણાટકમાં કુર્ગ અને મદિકેરી, રાજસ્થાનમાં કુંભલગઢ, કેરળમાં મુન્નાર, અષ્ટમુડી અને કેરળમાં ચેરાઈ સહિત વિવિધ સ્થળોએ હોલીડે ડેસ્ટિનેશનની સ્થાપના કરી છે. વધુમાં, કંપની મધ્ય પ્રદેશમાં કાન્હા, હિમાચલમાં નાલદેહરા અને કંડાઘાટ, સિક્કિમમાં ગંગટોક, રાજસ્થાનમાં ઉદેપુર, જયપુર અને જેસલમેર, મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર અને તુંગી જેવા અન્ય વિવિધ સ્થળોએ રિસોર્ટ ચલાવે છે.

આ રોકાણ પ્રવાસીઓને મીનાક્ષી અમ્માન, બૃહદીશ્વર અને રામેશ્વરથી લઇને મહાબલીપુરમ્, કોવેલોંગ અને મરિના તેમજ ઉટી અને કોડાઇકેનાલ તથા મુદુમલાઇ અને વાલપરાઇના વન્યજીવ અભ્યારણ્યોથી લઇને યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિતના ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઓફર કરવાનો પુરાવો છે. આ સ્થળો તમિળનાડુની સંસ્કૃતિ, સ્થાપત્ય અને પ્રાકૃતિક સુંદરતાનું મિશ્રણ દર્શાવે છે.

એમએચઆરઆઇએલની ટકાઉપણાની પ્રતિબદ્ધતા અને વર્ષ 2040 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવાના લક્ષ્યના ભાગરૂપે તમિલનાડુમાં વિકસિત તમામ નવા રિસોર્ટ્સ નેટ ઝીરો એનર્જી, વોટર એન્ડ વેસ્ટના ચેમ્પિયન બનવાનું લક્ષ્ય રાખશે અને રાજ્યમાં ટકાઉ પ્રવાસન માટે રોલ મોડલ બનવાની પ્રક્રિયામાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है