શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
પોતાના ઘરની સલામતી માટે ભારતીયો આજના આધુનિક જમાના માં પણ મોટાભાગે પડોશીઓ પર નિર્ભર છે.
ગોદરેજ લૉક્સ ‘લીવ સેફ, લીવ ફ્રી’ અભ્યાસમાં સામે આવ્યું છે કે 49% ભારતીયો હજુ પણ પડોશીઓને પોતાની ચાવી સોંપે છે:
મુંબઈ: પરંપરાગત રીતે ભારતીયો હંમેશા વિવિધ બાબતો માટે પોતાના પડોશીઓ પર આધાર રાખવા માટે જાણીતા છે અને તેમાંનું એક પાસું છે મુખ્ય દરવાજાની વધારાની ચાવી પાડોશીને સોંપવી. જો કે, ગુનાખોરીના વધેલા પ્રમાણ વચ્ચે બદલાતા સંજોગોમાં – શું હજુ પણ આ સૌથી સલામત વિકલ્પ છે? ઉપભોક્તાઓની આ પ્રકારની વર્તણૂંકને સમજવા માટે ગોદરેજ લૉક્સે તાજેતરમાં ‘લીવ સેફ, લીવ ફ્રીલી’ નામે એક સંશોધન અભ્યાસ પૂર્ણ કર્યો છે.
ગોદરેજ ગ્રૂપની અગ્રણી કંપની, ગોદરેજ એન્ડ બોયસેના બિઝનેસ યુનિટ, ગોદરેજ લૉક્સે હોમ સેફ્ટી ડે નિમિત્તે તેમની વાર્ષિક પહેલના ભાગ રૂપે આ અભ્યાસ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકો પોતાના ઘર સુરક્ષા માટેની પસંદગીઓને અપગ્રેડ કરવા માટે શું વિચારે છે તે અંગે અનોખી રીતે નિરીક્ષણ કરવાનો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અભ્યાસમાં ભાગ લેનારા લગભગ અડધા (49%) લોકોએ જણાવ્યું હતું કે જો તેઓ કામ કરતા માતા-પિતા હોય તો તેઓ તેમનું બાળક ઘરની અંદર રહી શકે તેની ખાતરી કરીને ઘરની વધારાની ચાવી પડોશી, સંબંધી કે પછી પરિવારના સભ્યને સોંપે છે. તેવી જ રીતે, અડધાથી વધુ (56%) લોકોએ જણાવ્યું હતું કે તેઓ ચીજવસ્તુઓની ડિલિવરીમાં સુવિધા રહે તે માટે પોતાના પાડોશીઓને ચાવી સોંપે છે.
લગભગ અડધા ઉત્તરદાતાઓ (46%) એ જણાવ્યું હતું કે તેઓ પરિવારના સભ્ય માટે ચાવીને તેમના પાડોશીને સોંપવામાં આરામદાયક અનુભવ કરે છે, પછી ભલે સમય મોડી રાતનો હોય, જ્યારે ચોથા ભાગથી વધુ (26%) એ દાવો કર્યો હતો કે જો ઘરમાં તાળું હોવાને કારણે જો તેઓ ઘરની બહાર રહી જાય છે,તો તેની પાછળનું કારણ એ હોય છે કે વધારાની ચાવી સોંપી હોય તે પાડોશી પોતાના ઘરે ન હતો.
ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્યામ મોટવાણીના જણાવ્યા અનુસાર, “પહેલાના સમયમાં મોટાભાગના સમુદાયોમાં પોતાના પડોશીઓ સાથે સારી રીતે પરિચય હોવો એક નિયમ સમાન બાબત હતી, આટલું જ નહીં પાડોશીઓ એક વિસ્તૃત પરિવાર જેવા હતા અને તેથી આ પ્રકારની નિર્ભરતા સામાન્ય બાબત હતી. જો કે, દુનિયા ઝડપથી બદલાઈ ગઈ છે, ખાસ કરીને શહેરી અને અર્ધગ્રામીણ ક્ષેત્રોમાં, જ્યાં લોકો મોટાભાગે કામ અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે ઘરની બહાર હોય છે અને તુલનાત્મક રીતે ઝડપી જીવન જીવે છે. આજની દુનિયામાં, જ્યારે આપણા ઘરની સલામતીની વાત આવે ત્યારે આપણા પડોશીઓ સહિત બાહ્ય પક્ષો પર નિર્ભર રહેવું યોગ્ય નથી. ગોદરેજમાં, અમે હંમેશા નવી ટેક્નોલોજી માટે પહેલ કરી છે અને સતત કંઈક નવું કરતા રહ્યા છીએ, જેથી ગ્રાહકો તેમના ઘરના તાળાને અપગ્રેડ કરવા માટે તેમની જીવનશૈલી સાથે મેળ ખાતી વધુ પસંદગીઓ કરી શકે. CIOT ડિજિટલ તાળા જેવા અમારા લેટેસ્ટ ઈનોવેશન આધુનિક ઉપભોક્તાને તેમના દરવાજાના તાળાનું નિયંત્રણ કરવા માટે એવી રીતે સક્ષમ બનાવે છે, જે પહેલા ક્યારેય નહતું. વધારાની ચાવીઓ હવે એટલી મહત્વપૂર્ણ નથી રહી, કેમકે અમારી પાસે ફોન દ્વારા મુખ્ય દરવાજો ખોલવાનો વિકલ્પ છે, જે આ ઈનોવેશનને આભારી છે.અમે જોયું છે કે ભારતીય ઉપભોક્તા પહેલાથી જ પોતાના ઘરોના અન્ય પાસાઓને અપગ્રેડ કરવાનું અને ટેક્નોલોજી આધારિત વધુ વિકલ્પોની પસંદગી કરવાનું શરૂ કરી ચૂક્યા છે અને અમે એ બાબતે સકારાત્મક છીએ કે ટૂંક સમયમાં મુખ્ય દરવાજાના તાળા સુધી પણ આ વિકલ્પોનું વિસ્તરણ થશે.”
લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસનો ઉદ્દેશ્ય સલામતી અને સુવિધાને સુનિશ્ચિત કરવા માટે સ્માર્ટ-હોમ ઉપકરણોને અપનાવવા માટેની માનવીય વર્તણૂંકને સમજવાનો છે. આ અભ્યાસ મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં બે હજાર વ્યક્તિઓ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.
રિપોર્ટર: ડો. સુનિલકુમાર ગામીત (એડિટર, ડાયરેક્ટર)