આરોગ્ય

ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં તા.૨૮ જુન ૨૦૨૬ ના રોજ “રાષ્ટ્રીય પલ્સ પોલીયો નાબુદી અભિયાન” દ્વારા બાળકોને પોલીયો રસી પીવડાવવાની કામગીરી હાથ ધરાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં તા.૨૮ જુન ૨૦૨૬ ના રોજ “રાષ્ટ્રીય પલ્સ પોલીયો નાબુદી અભિયાન” દ્વારા બાળકોને પોલીયો રસી પીવડાવવાની કામગીરી હાથ ધરાશે:

જિલ્લાના તમામ ૦ થી ૫ વર્ષની વય જુથના કુલ ૨૮,૦૦૦ થી વઘુ બાળકોને પોલીયો રસીના ટીપાં પીવડાવી, પોલીયો રોગથી સુરક્ષિત કરવામાં આવશે:

દિનકર બંગાળ, આહવા: સમગ્ર ડાંગ જિલ્લામાં તા. ૨૮-૦૬-૨૦૨૬ ના રોજ ઝીરો થી પાંચ વર્ષ સુધીના પ્રત્યેક બાળકોને પોલીયો રસી પીવડાવવા અને પોલીયો રોગથી સુરક્ષિત કરવા ગામની આંગણવાડી કેન્દ્રો ખાતે કુલ- ૩૪૬ પોલીયો બુથ અને આહવા, વઘઇ, સાપુતારા, સુબીરના બસ સ્ટેન્ડ ખાતે ૬ ટ્રાન્ઝીટ ટીમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે ૮:૦૦ વાગ્યા થી સાંજના ૫:૦૦ વાગ્યા દરમિયાન કુલ- ૩૫૨ ટીમના વેકસીનેટરો દ્વારા પોલીયો બુથ પર બાળકોને પોલીયો રસી પીવડાવી અને બાળકના ડાબા હાથની ટચલી આંગળી ઉપર નિશાની કરવામાં આવનાર છે.

તા.૨૮-૦૬-૨૦૨૬ના રોજ પોલીયો રસી પીવડાવવામાં બાકી રહી જતાં બાળકોને આવરી લેવા તા. ૨૯ અને ૩૦-૦૬-૨૦૨૬ ના રોજ અપેક્ષિત વય જુથના એક પણ બાળક પોલીયો રસીથી વંચિત ન રહી જાય તે માટે ૩૪૬ ટીમોના વેકસીનેટરો દ્વારા ઘરે-ઘરે જઇને સર્વેલન્સ કરી પોલીયો રસી પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે.

આ રાષ્ટ્રીય પલ્સ પોલીયો નાબુદી અભિયાનની કામગીરીનું સુપરવિઝન કરવા ૩૯ પોલીયો સુપરવાઇઝરો તેમજ ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો તબીબી અધિકારીશ્રીઓ દ્વારા સમગ્ર અભિયાનની કામગીરીનું સુપરવિઝન તથા મોનીટરીંગ કરવામાં આવનાર છે.

સમગ્ર પલ્સ પોલીયો રાઉન્ડની કામગીરી કરવા કુલ – ૭૪૩ થી વઘુ પોલીયો કાર્યકરોને તાલીમબધ્ધ કરવામાં આવ્યાં છે તેમજ પલ્સ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે જન સમુદાયમાં જન -જાગૃતિ કેળવવા ગામડે- ગામડે માઇક પ્રચાર તથા બેનર્સ /પોસ્ટર વગેરે દ્વારા તેમજ સોશિયલ મીડીયા વિવિધ માધ્યમો ઉપયોગ થકી જન- જાગૃતિ કેળવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

તંદુરસ્ત બાળ અને નિરોગી સમાજના નિર્માણ માટે બાળકોને અગાઉ પોલીયો રસી પીવડાવેલ હોય તેમ છતાં આ પોલીયો રાઉન્ડ દરમિયાન દરેક બાળકને પોલીયો બુથ ઉપર લાવી પોલીયોની રસી પીવડાવી ખુબ જરુરી છે તેમ ડાંગ-આહવાનાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીતએ એક અખબારી યાદી દ્વારા જાહેર જનતા અને વાલીઓને નમ્ર અપિલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है