શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા ખાતે “એક્ટીવ કેસ ફાઈન્ડીંગ ૧૦૦ દિવસ” અભિયાનની શરૂઆત:
જીલ્લાના સાત તાલુકાઓમાં વાહનમાં કોમ્યુનીટી મોબીલાઈઝર પેરામેડીકલ સ્ટાફની ટીમ દ્વારા ટીબી રોગ અંગે લોકોને જાગૃત કરશે. તેમજ ટીબીના દર્દીઓની ઘરે ઘરે મુલાકાત કરી તમામ સભ્યો અને ફળિયાના શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનીંગ કરશે.
વ્યારા-તાપી: “ટીબી મુક્ત ભારત ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના ૧૦ આદિવાસી જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન હેઠળ, તાપી જિલ્લાના પિરામલ સ્વાથ્ય દ્વારા યુ.એસ.એસ. એઇડ્સના સહયોગથી “ટીબી એક્ટીવ કેશ ફાઈન્ડીંગ અભિયાન”ને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના વરદ હસ્તે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ પોઉલ વસાવા, ડીસ્ટ્રીક ટીબી મેડીકલ ઓફીસરશ્રી ડૉ. અભિષેક ચૌધરી, એ.આર.ટી.સી. મેડીકલ ઓફીસર ડૉ.નિરવ ગામીત, બાંધકામ સમિતિના અધ્ય્ક્ષશ્રી નીતિનભાઈ ગામીત, સી.એસ.સી. કોઓર્ડીનેટર કેયુર ગામીત સહિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જીલ્લાના સાત તાલુકાઓમાં વાહનમાં કોમ્યુનીટી મોબીલાઈઝર પેરામેડીકલ સ્ટાફની ટીમ દ્વારા ટીબી રોગ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. તેમજ ટીબીના દર્દીઓની ઘરે ઘરે મુલાકાત કરી તમામ સભ્યો અને ફળિયાના શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. તેઓનું કાઉન્સીલીંગ કર્યા પછી ગળફા એકત્રિત કરવા અને નજીકના પી.એચ.સી, સી.એચ.સીમાં જરૂરી સેવાઓ આપવામાં આવશે. આ અભિયાન દ્વારા ટીબીના છુપાયેલા કેશોને ઓળખી શકાય અને સારવાર કરી જરૂરી તકેદારી રાખી સમયસર સારવાર આપી શકાશે.