બ્રેકીંગ ન્યુઝશિક્ષણ-કેરિયર

કેવડીયા કોલોની ખાતે કોમ્યુનિટી રેડીયો યુનિટી 90 FM નું સોફટ લોન્ચ કરાયુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદાનાં કેવડીયા કોલોની ખાતે કોમ્યુનિટી રેડીયો યુનિટી 90 FM નું સોફટ લોન્ચ કરાયુ:

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ના કેવડીયા ખાતે સ્વાતંત્ર્ય પર્વના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની છેલ્લી મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સતાધિશો ને સલાહ અને સલાહ સુચન કર્યું હતું કે ઓથોરીટી તરફથી એક કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ની શરૂઆત કરવામાં આવે અને તેમા સ્થાનિક આદિવાસીઓને પ્રાધાન્ય અપાય જે અંતર્ગત કેવડીયા ખાતે કોરોના કાળમાં માત્ર છ મહિના નાં ટુંકા ગાળામાં શરૂ કરવામાં આવેલ છે, આ રેડીયો FM 90 સ્ટેશનનુ આજ રોજ ટ્રાયલ રન લેવાયો હતો.

કેવડીયા ખાતે શરુ કરવામાં આવેલ રેડિયો સ્ટેશનમાં સ્થાનિક આદિવાસી યુવતીઓ ડૉ. નિલમબેન તડવી , ગંગાબેન તડવી , હેતલબેન પટેલ સહિત સમાબેન તેમજ ગુરુશરણ તડવી સહિત નાઓ રેડિયો જોકી ની નવીન ભુમીકામાં જોવા અને  સાંભળવા મળશે, આદિવાસી જોકી ની પસંદગી કરી તેઓને ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે, નર્મદા જીલ્લામાં એક નવીન સ્કીલ ડેવલોપની તક ઉભી થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્કીલ ડેવલપમેન્ટ ના કાર્યક્રમ ને પણ વેગ મળ્યુ છે તેમ કહી શકાય.

 

રેડિયો યુનિટી 90 FM એક ભારત શ્રેષ્ઠ ભારત ની ટેગ લાઈન થી શરુ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના 15 કી.મી. ના વિસ્તારમાં આ રેડીયો સાંભળી શકાશે. હાલ માત્ર ટ્રાયલ રન લેવાયો છે ઓફિસીયલ લોન્ચીંગ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસતે કરવામાં આવે એવી શકયતાઓ વર્તાઇ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है