બ્રેકીંગ ન્યુઝશિક્ષણ-કેરિયર

સુરતનાં વાંકલગામે વિદેશથી આવેલ 68 લોકોને કરાયા કોરોન્ટાઇન સ્થાનિકોમાં ભારે રોષ!

સુરત જીલ્લામાં વિદેશથી આગમન થયેલ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં 68 લોકોને સરકારી કન્યા છાત્રાલયમાં કોરોન્ટાઇન કરાતાં સ્થાનિકોમાં ભારે અસમંજસ અને દેહ્સતનો માહોલ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ  માંગરોળ, કરૂણેશભાઈ ચૌધરી.

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં  વાંકલ ગામે વિદેશથી આવેલ 68 લોકોને કરાયા કોરોન્ટાઇન સ્થાનિકોમાં ભારે રોષ!

 

સુરત જીલ્લા કોંગ્રેસે આપ્યું તંત્રને આવેદનપત્ર,અને  વ્યક્ત કર્યો કોરોન્ટાઇન સેન્ટર વાંકલ બાબતે અસંતોષ,  જીલ્લા  તંત્ર અને આરોગ્ય વિભાગ સામે અસંતોષ:

જીલ્લામાં વિદેશથી આગમન થયેલ ગુજરાતનાં વિવિધ જીલ્લાનાં 68 લોકોને સરકારી કન્યા છાત્રાલયમાં કોરોન્ટાઇન કરાતાં સ્થાનિકોમાં ભારે અસમંજસ અને દેહ્સતનો માહોલ વચ્ચે આ વિસ્તારનાં નાગરિકો , સરપંચો, તાલુકા જીલ્લા પંચાયતના પ્રતિનીધીઓ દ્વારા  તાલુકા  મામલતદાર મારફત આરોગ્ય સચિવ ગાંધીનગરને આવેદન આપી કર્યા અવગત:

આગેવાનોએ  જણાવ્યું કે  હમો  આદિવાસી ભોળી અને મળતિયાળ  પ્રજા હોય તેમ છતાં અમારા વિસ્તારમાં હજુ કોરોના સંક્રમિત થવાનાં કેશ ન હોય અમારી પ્રજાને કોરોનાં સંક્રમિત થઇ જવાનો ખતરો માલુમ પડી રહ્યો છે, માટે ગ્રામ્ય વિસ્તાર વાંકલ સ્થિત  સરકારી કન્યા છાત્રાલયમાં કોરોન્ટાઇન સેન્ટર તાત્કાલિક બંધ કરવાં બાબત અને સારી સુવિધાઓ સભર જગ્યાએ વિદેશથી આવેલ NRI લોકોને ખસેડવા કરી માંગ!  લોકમાંગ એવી પણ છે કે મજુરોએ દેશ બાંધવા મહેનત કરી તેઓ આપદા ભોગવે અને જેઓને ભારતમાં નથી ભરોસો તેઓને  સુવિધાઓ? આ તો કેવો સરકારનો ન્યાય?

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है