
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાગબારાની સરકારી વિનયન કોલેજે NAAC મૂલ્યાંકનમાં પ્રતિષ્ઠિત ‘B’ ગ્રેડ મેળવ્યો:
સર્જન વસાવા, નર્મદા: સરકારી વિનયન કોલેજ, સાગબારા જિલ્લો-નર્મદા ને National Assessment & Accreditation Council (NAAC) દ્વારા ‘B’ ગ્રેડથી સન્માનિત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતનાં ગુજરાત- મહારાષ્ટ્ર બોર્ડર પર છેવાડાના આદિવાસી વિસ્તારમાં આવેલી કોલેજ જ્યાં અનેક અભાવો વચ્ચે રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ‘B’ ગ્રેડ પ્રાપ્ત કરી સાગબારાની સરકારી વિનયન કોલેજે સમગ્ર નર્મદા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં સિધ્ધી હાંસલ કરેલ છે. કોલેજની આ સિધ્ધી શૈક્ષણિક શ્રેષ્ઠતા, ગુણવત્તા યુક્ત શિક્ષણ અને એકંદર વિકાસ પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. NAAC ની આ મૂલ્યાંકન મુલાકાતમાં આવનાર ટીમ મેમ્બર્સ પૈકી ચેરમેન તરીકે પ્રો.ડૉ.સી. દેવેનદીરન (મિઝોરમ યુનિવર્સિટી) કો-ઓર્ડીનેટર પ્રો. ડૉ. હરિનારાયણ એન.એસ (મૈસૂર યુનિવર્સિટી ) અને મેમ્બર તરીકે ડૉ. જોસેફ પી.પી.(st.joseph Institute of Excellence, Bhopal) ઉપસ્થિત રહ્યા હતા.
આ મહત્વપૂર્ણ સિદ્ધિમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. ચેતન ચૌધરીનું માર્ગદર્શન, IQAC કો-ઓર્ડીનેટર ડૉ. અર્ચના ગામીત નું કાર્યક્ષમ આયોજન અને NAAC કો-ઓર્ડીનેટર જીજ્ઞાશા વસાવા ના સમર્પિત પ્રયાસોનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. ઉપરાંત કોલેજના સમગ્ર સ્ટાફે તેમની મહેનત અને સમર્પણ થી આ સફળતા શક્ય બનાવી હતી. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા, ભૂતપૂર્વ વિધાર્થીઓ અને સમાજ તરફથી અમૂલ્ય સમર્થન મળ્યું હતું. તેમના પ્રોત્સાહન અને યોગદાન થી જ સંસ્થાના વિકાસ અને સફળતામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. માન્યતા પ્રાપ્ત શિક્ષણમાં ઉચ્ચ ધોરણો જાળવવા અને નવીનતા અને શિક્ષણના વાતાવરણ ને પ્રોત્સાહન આપવા માટે સરકારી વિનયન કોલેજ સાગબારા પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.