શિક્ષણ-કેરિયર

શિક્ષિકા અને વિદ્યાર્થીની સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરથી ઈ-સંવાદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાના કસ્તુરબા ગાંધી વિદ્યાલય કુકરમુંડા, ઉંટાવદના શિક્ષિકા અને વિદ્યાર્થીની સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરથી ઈ-સંવાદ

“ટેકનોલોજી અને શિક્ષકો બન્નેથી અમોને લાભ થઇ રહ્યો છે.”: વિદ્યાર્થીની તન્વી વસાવા

“શિક્ષણમાં ટેકનોલોજીના કારણે કાર્યબોજ વધ્યો નથી પરંતું કાર્યબોજ ઘટ્યો છે.”: શિક્ષિકા દર્શનાબેન કાટેલીયા

વ્યારા-તાપી: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની વર્ચ્યઅલ માધ્યમથી મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સહિત મહાનુભાવો- શિક્ષણવિદોની ઉપસ્થિતમાં મુલાકાત કરી હતી.
વડાપ્રધાનશ્રીએ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌ પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી અનુપમ પ્રાથમિક શાળા, ખેરોજના મુખ્ય શિક્ષિકા રાજશ્રીબેન પટેલ, ધોરણ-7ની વિદ્યાર્થિની અશરુફા બહાન યુનુસભાઈ, સીઆરસી કો-ઓર્ડિનેટર જયેશભાઈ પટેલ સાથે, કચ્છ જિલ્લાની વાંકી પ્રાથમિક શાળાનાં એસએમસીનાં સભ્ય કલ્પનાબેન રાઠોડ, વિદ્યાર્થિની પૂજાબા તેમજ મુખ્ય શિક્ષક શ્રી નારાયણભાઈ ગોયલ સાથે, જ્યારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની ઉંટાવદ ગામની કેજીબીવીના શિક્ષિકા દર્શનાબેન પાટેલિયા તેમજ ધોરણ-10ની વિદ્યાર્થિની તન્વી વસાવા સાથે ઈ-સંવાદ કર્યો હતો.


તાપી જિલ્લાના કસ્તુરબા ગાંધી વિદ્યાલય કુકરમુંડા તાલુકાના ઉંટાવદના શિક્ષિકા દર્શનાબેન કાટેલીયાને સમગ્ર બાબત અંગે વડાપ્રધાનશ્રીએ પોતાનો અનુભવ વિશે પુછતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, રાજ્યસરકારના શરૂ કરેલા આ ઉપક્રમ વડે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થયો છે. એકમ કસોટી તથા સત્ર કસોટીના કારણે સતત અને સર્વગ્રાહિ મુલ્યાંકન શક્ય બન્યુ છે. વિદ્યા સમિક્ષા કેંદ્ર દ્વારા પ્રાપ્ત થતા વિદ્યાર્થી મુલ્યાંકનની તમામ જાણકારી એક જગ્યા એ થી પ્રાપ્ત થતી હોવાના કારણે પરીણામ પત્ર બનાવવામાં ઘણી સરળતા મળી છે. આના કારણે કાર્યબોજ વધ્યો નથી પરંતું કાર્યબોજ ઘટ્યો છે. જેના કારણે અમે આપના તથા શિક્ષણ વિભાગન આભારી છીએ.
વડા પ્રધાનશ્રીએ શાળામાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી યોગ્ય રીતે મળે છે કે નહિ તેના વિશે પણ પ્રશ્નો કરતા દર્શનાબેન દ્વારા શાળામાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી યોગ્ય રીતે મળે છે તેની ખાત્રી આપી હતી.
આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ દિક્ષા પોર્ટલ ઉપર શાળાના કેટલા બાળકો જોડાયેલ છે તે અંગે પ્રશ્ન કરતા દર્શનાબેનએ ૯૪ કુલ બાળકોમાંથી ૭૦ બાળકો દિક્ષા બાળકો સાથે જોડાયા છે અને જે બાળકો નથી જોડાયા તેનું કારણ બાળકોના માતાપિતાની આર્થીક પરિસ્થિતિ હોવાનું તથા માતાપિતામાં યોગ્ય માહિતી ન સમજવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ શાળાની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની તન્વી વસાવા સાથે વાતચીત કરતા પોતે ડોકટર બનવા માંગે છે એમ જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ દિક્ષા પોર્ટલ ઉપરથી શુ શીખી રહ્યા છો તે અંગે પ્રશ્ન કરતા વિદ્યાર્થીની એ દિક્ષાપોર્ટલ ઉપરથી વિવિધ વિષયોનું ઉંડું જ્ઞાન મેળવી રહી છે એમ જણાવ્યું હતું. વધુમાં વિદ્યાર્થીની કુકરમુંડામાં આવેલ શાળામાંથી ૧૨ સાયન્સમાં આભ્યાસ કરશે એમ જણાવ્યું હતું. જેના અંગે ચર્ચા કરતા વડાપ્રધાનશ્રીએ કહયું હતું કે, પહેલા રાજ્યના સંપુર્ણ આદિવાસી પટ્ટામાં એક પણ સાયન્સ સ્કુલ ન હતી. જેને ૨૦૦૨ થી અમે અભિયાન શરૂ કર્યું ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહની સ્કુલો બની છે. જેનો તમામ આદિવાસી પરીવાર લાભ લઇ રહ્યા છે.
વધુમાં વડાપ્રધાનશ્રીએ ટેકનોકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છો તે વધારે લાભકારક છે કે ફક્ત શાળામાં શિક્ષકો ભણાવે તે પસંદ છે એમ પુછતા વિદ્યાર્થીની તન્વીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને શિક્ષકો બન્નેથી લાભ થઇ રહ્યો છે. પહેલા શિક્ષકો ભણાવે છે અને પછી અમે તે વિષય અંગે વિડિયો જોઇએ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા, શિક્ષણ સમિતીના ચેરમેન  સરિતાબેન, જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, તાપી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દિનેશ દરજી, જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ અને સમગ્ર કાર્યક્રમના લાયઝન ઓફિસર નવનીત મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ ચૌધરી, અરવિંદભાઇ ગામીત, તાલુકા વિકાસ અધિકારી સહિત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है