શિક્ષણ-કેરિયર

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે વાલી મિટિંગ યોજાઈ: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે વાલી મિટિંગ યોજાઈ: 

શાળામાં બાળકોને નિયમિત પણે મોકલવા તેમજ વાલીઓએ પણ અવાર નવાર શાળાની મુલાકાત લેવા આચાર્યશ્રીનો અનુરોધ!!!

નેત્રંગ: શિક્ષણ ની પ્રક્રિયામાં શાળા, શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલીઓનું અનેરું મહત્વ છે. આમા બધાએ જાગૃત રહેવું પડે તોજ શિક્ષણ ની પ્રક્રિયાને વેગ મળે. તેમજ પ્રાથમિક શિક્ષણની સાથે બાળકોનું વાલીઓએ પણ ધ્યાન રાખવું જરૂરી છે.

 વાલી શાળા ની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવો જોઈએ તોજ પોતાના બાળક ની બધી માહિતી મળતી હોય છે. તેમજ વાલીઓએ પણ અવાર નવાર શાળા ની મુલાકાત લેવી જોઈએ. 

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૩,ઓગસ્ટ ,૨૦૨૨ નાં રોજ પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે શાળાના આચાર્યશ્રી માધવભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને વાલી મીટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્યશ્રી માધવભાઈ વસાવા દ્વારા તમામ વાલીઓને આવકારવામાં આવ્યા હતા. તેમજ આચાર્યશ્રી માધવભાઈ વસાવાએ આજની મીટીંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને વાલીઓને પણ સાંભળ્યા હતા. તેમજ શાળાના શિક્ષિકા પુષ્પાબેન તેમજ સોનલબેન દ્વારા તેમજ વાલીઓ દ્વારા પ્રશ્નોની ચર્ચા પણ થઈ હતી. અને ચા નાસ્તો કરી આભાર માની વાલી મીટીંગને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. અને અંતે તમામ વાલીઓ દ્વારા ક્લાસરૂમમાં જઈને વિદ્યાર્થીઓની મુલાકાત પણ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है