શિક્ષણ-કેરિયર

પોષણમાહની ઉજવણી અંતર્ગત તાલુકાની દરેક આંગણવાડી ખાતે ફળાઉ વૃક્ષોનું વાવેતર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

પોષણમાહની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાની ૧૬૫ આંગણવાડી ખાતે ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

વ્યારા: સમગ્ર ગુજરાતમાં આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસને “પોષણમાહ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાના આઇ.સી.ડી.એસ. વ્યારા ધટક-૧ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાપી જિલ્લાની આંગણવાડીમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વ્યારા તાલુકાની તમામ ૧૬૫ આંગણવાડીમાં વર્કર હેલ્પર/આશાબહેનો, શાળાના આચાર્ય, આયુષ ડૉકટર, નર્સ, ગામના સરપંચ, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી આંગણવાડીને પોષણયુક્ત ફળાઉ વૃક્ષોથી સુસજ્જ બનાવવામાં મદદરૂપ બન્યા હતા.
આ ઉપરાંત વ્યારા તાલુકા કક્ષાના કાર્યક્ર્મમાં પાનવાડી-૨ આંગણવાડી ખાતે તાલુકા પ્રમુખ જશુબેન ગામીત તથા આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર એ.ટી.પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. સમસ્ત કાર્યક્ર્મનુ આયોજન સી.ડી.પી.ઓ વ્યારા ધટક-૧ તન્વી પટેલ અને અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है