
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: સર્જન વસાવા
ગારદા પ્રાથમિક શાળામાં સોરાપાડા રેન્જ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ:
ડેડીયાપાડા: નર્મદા વન વિભાગ, રાજપીપળા દ્વારા આયોજિત વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત સોરાપાડા રેન્જનાં ખૈડીપાડા રાઉન્ડ ફોરેસ્ટર શ્રી. પી.ટી.વસાવા, બીટગાર્ડ મુકેશભાઈ વસાવા, તેમજ સામાજિક યુવા કાર્યકર સર્જન વસાવા, વન વિભાગના કર્મચારીઓ, શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામજનોએ સાથે મળી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરી હતી.
જેમાં પર્યાવરણ, વન્ય પ્રાણી, જંગલોનું માનવ જીવનમાં મહત્વ વિશે જાણકારી અપાઈ હતી. તેમજ વન્યજીવો અને જંગલો વિશે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.
જેમાં પ્રથમ ક્રમાંક પાયલ કરશનભાઈ વસાવા, દ્વિતીય ક્રમાંક પ્રિન્સ મનીષભાઈ વસાવા, તૃતીય ક્રમાંક જેનીશન સીલેશભાઈ વસાવા અને જેકલીન રાજેશભાઈ વસાવા રહ્યા હતા. ભાગ લીધેલા દરેક બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.