શિક્ષણ-કેરિયર

નવા વાડજ ખાતે સ્માર્ટ શાળાઓનું ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી : 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદમાં નવા વાડજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્માર્ટ શાળાઓનું ઉદઘાટન કર્યું : 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લવાયેલી નવી શિક્ષણ નીતિનો આજથી ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે;

અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ચાર સ્માર્ટ શાળાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેનાથી 3200થી વધુ બાળકોને લાભ થશે, તેઓ નવી શાળાઓનાં બાળકોને મળીને આવ્યા અને બાળકોના ચહેરા પર જે આનંદ જોવા મળ્યો આનંદ સંતોષની અનુભૂતિ કરાવનારો છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે અને તે મુજબ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ સ્માર્ટ શાળાઓ શરૂ કરી છે

છેલ્લાં 20 વર્ષમાં અગાઉ મુખ્યમંત્રી તરીકે અને હવે દેશના પ્રધાનમંત્રી તરીકે સીધું જ શ્રી નરેન્દ્ર મોદીજીની દેખરેખ હેઠળ ગુજરાતના વિકાસનું કામ ચાલી રહ્યું છે, 

ગુજરાતમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ જે વિકાસનો પાયો નાખ્યો હતો તેના પર આજે એક મજબૂત ઈમારત ઊભી  છે, આ જ રીતે અનેક ઇમારતોનું નિર્માણ થશે અને ગુજરાતના વિકાસની આ યાત્રા અવિરત ચાલુ રહેશે;

શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બન્યા બાદ દેશમાં સૌથી પહેલા 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ થયું;

ગુજરાતમાં વન્ય વિસ્તાર હોય, પહાડ હોય, સમુદ્ર તટનો વિસ્તાર હોય કે પછી ગ્રામીણ અને શહેરી વિસ્તાર હોય, શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વવાળી સરકારે દરેક જગ્યાએ વિકાસનો અનુભવ અને સ્પર્શ કરાવવાનું કામ કર્યું છે

અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઊંચો હતો, પ્રવેશ મેળવનારાં ઘણાં બાળકો શાળા છોડી દેતાં હતાં

શ્રી નરેન્દ્ર મોદીજીએ એક નવી શરૂઆત કરીને કન્યા કેળવણીનાં નામે સમગ્ર ગુજરાતમાં પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની શરૂઆત કરી, ભારતમાં સૌ પ્રથમ 100 ટકા નોંધણી ગુજરાતમાં થઈ અને 100 ટકા બાળકોએ શાળાએ જવાનું શરૂ કર્યું

જો સમગ્ર ભારતમાં સાર્વજનિક પ્રાથમિક શિક્ષણમાં કોઇ રાજ્યનું મોડેલ જોવું હોય તો ગુજરાતમાં આવો અને જુઓ કે ગામ, શહેર, ગરીબ અને શ્રીમંતનાં બાળકનાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કેવી રીતે વધારી શકાય છે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોદીજીની તમામ કાર્ય યોજનાઓને જમીન પર લાવવાનો પ્રયાસ કર્યો છે અને વિકાસની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિત શાહે આજે અમદાવાદમાં નવા વાડજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્માર્ટ શાળાઓનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આજે તેમનાં સંસદીય ક્ષેત્રમાં આશરે 9.54 કરોડ રૂપિયાના ખર્ચે ચાર સ્માર્ટ શાળાઓ ખોલવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિનો આજથી ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણમાં પ્રારંભ થવા જઇ રહ્યો છે અને ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં 22 સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે, જેમાંથી આજે 4 સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે જે ચાર શાળાઓનું લોકાર્પણ થયું છે તેનો લાભ 3200થી વધુ બાળકોને મળશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેઓ નવી શાળાઓનાં બાળકોને મળીને આવ્યા અને તેમણે બાળકોના ચહેરા પર જે આનંદ જોયો છે તે આનંદ સંતોષની અનુભૂતિ કરાવનારો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે અને તે મુજબ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ સ્માર્ટ શાળાઓ શરૂ કરી છે.

શ્રી  શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં પહેલા મુખ્યમંત્રી તરીકે અને હવે દેશના પ્રધાનમંત્રી તરીકે સીધું શ્રી નરેન્દ્ર મોદીજીની દેખરેખ હેઠળ રાજ્યના વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોદીજીની તમામ કાર્ય યોજનાઓને જમીન પર લાવવાનો પ્રયાસ કર્યો છે અને વિકાસની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે, આવી સ્થિતિમાં બે પ્રકારના લોકો જોવા મળે છે, એક જે પાંચ વર્ષ સુધી પરસેવો વહાવીને લોકોની વચ્ચે જનસેવા કરીને રાજકીય પક્ષનાં માધ્યમથી ચૂંટણી લડનારા અને બીજા પાંચ મહિના પહેલા નવી વેશભૂષા ધારણ કરીને લોકો વચ્ચે જઇને મોટા મોટા વાયદાઓ કરનારા, પરંતુ ગુજરાતની જનતા આ કાર્ય સંસ્કૃતિને સારી રીતે ઓળખે છે. તેમણે કહ્યું કે પહેલા ગુજરાતમાં રોજેરોજ રમખાણો અને કોમી હુલ્લડ થતા હતા, રથયાત્રા રોકવી પડતી હતી. એક વર્ષમાં ૨૦૦ દિવસ કર્ફ્યુ રહેતો હતો અને ધંધા રોજગાર બંધ થઈ જતા હતા. જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે ગુજરાતમાં કર્ફ્યૂ ભૂતકાળ બની ગયો હતો. શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સમગ્ર દેશમાં આદર્શ કાયદો અને વ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત કરી હતી.

ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર રચાયા બાદ દેશમાં સૌ પ્રથમ 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ થયું હતું. જંગલ વિસ્તાર હોય, પહાડો હોય, દરિયાકિનારાનો વિસ્તાર હોય કે પછી ગ્રામીણ અને શહેરી વિસ્તાર હોય, શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં સરકારે દરેક જગ્યાએ વિકાસનો અનુભવ અને સ્પર્શ કરાવવાનું કામ કર્યું છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઊંચો હતો અને તેમાં પ્રવેશ મેળવનાર ઘણાં બાળકો શાળા છોડી દેતાં હતાં. શ્રી નરેન્દ્ર મોદીજીએ એક નવી શરૂઆત કરી અને સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીનાં નામે પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો. મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધી દરેક અધિકારી ઘરે ઘરેથી બાળકોને પ્રાથમિક શાળા સુધી લઈ આવ્યા, જનજાગૃતિ ફેલાવવામાં આવી અને ભારતમાં સૌ પ્રથમ 100 ટકા નોંધણી ગુજરાતમાં કરવામાં આવી અને 100 ટકા બાળકો શાળાએ જવા લાગ્યા. ત્યાર બાદ ગુણોત્સવ શરૂ થયો, ત્યારબાદ શિક્ષકોની તાલીમ વર્ગ શરૂ થયો અને આજે સ્માર્ટ સ્કૂલ શરૂ થઈ ગઈ છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સાર્વજનિક પ્રાથમિક શિક્ષણમાં જો કોઇ રાજ્યનું મોડેલ જોવું હોય તો ગુજરાત આવો અને જુઓ કે ગામ, શહેર, ગરીબ અને શ્રીમંતનાં બાળકનું પ્રાથમિક શિક્ષણનું સ્તર કેવી રીતે વધારી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં ગુજરાતમાં 20 વર્ષથી શરૂ થયેલી અવિરત વિકાસયાત્રા શરૂ થઈ છે એ આગામી પાંચ વર્ષ સુધી વધુ ચાલવાની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોદીજીની તમામ યોજનાઓનું બહુ સરસ રીતે અને સમય સમય પર મૂલ્યાંકન કરીને આગળ વધારવાનું કામ કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ જે વિકાસનો પાયો નાંખ્યો છે, તેના પર આજે એક મજબૂત ઇમારત ઊભી છે અને એ જ રીતે અનેક ઇમારતોનું નિર્માણ થશે અને ગુજરાતના વિકાસની આ યાત્રા અવિરત રીતે ચાલુ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है