શિક્ષણ-કેરિયર

નર્મદા જિલ્લાનાં મોઝદા ત્રણરસ્તા પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે કિ.રૂ.૬૭,૮૪૦/-નો મુદ્દામાલ જપ્ત:

માહિતીનાં આધારે દેડીયાપાડા પોલીસ નાકાબંધીમાં હાજર હતા તે દરિયાન ફોર વ્હીલર ગાડી GJ.5 AR.4159માં ઇંગ્લિશ દારૂ સાથે બે ઇસમોની ધરપકડ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મોઝદા ત્રણ રસ્તા પાસેથી એક લાલ કલરની મારુતિ ગાડીમાંથી કુલ કિ. રૂ.૧૫૮૪૦નાં ઇંગ્લિશ દારૂ સાથે કુલ કિ.રૂ.૬૭,૮૪૦/-મુદ્દામાલ  બે ઈસમોને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ:

નર્મદા જિલ્લામાં દારૂના દુષણને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી. હિમકર સિંહનાઓની સુચના તથા ના.પો. અધિ. શ્રી. રાજપીપળાના ઓની સીધા માર્ગ દર્શન આધારે પો. સ.ઇ. શ્રી. એ. આર. ડામોર દેડીયાપાડા પો. સ્ટેશન તથા સ્ટાફના માણસો પો. સ્ટેશન હાજર હતા તે દરમિયાન હે. કો. રમેશભાઈ મંગળભાઈનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે માલ સામોટ ગામ તરફથી એક લાલ કલરની ફોર વ્હીલર ગાડી નંબર GJ.5 AR.4159 માં ઇંગ્લિશ દારૂ ભરીને દેડીયાપાડા તરફ આવે છે. જે માહિતી આધારે મોઝદા ત્રણ રસ્તા ખાતે નાકાબંધીમાં હાજર હતા તે દરિયાન ઉપરોક્ત નંબર વાળી લાલ કલરની ફોર વ્હીલર ગાડી આવતા તેમાં ચેક કરતા રોયલ સીલેકટ વ્હીસ્કીનાં ૧૮૦ મી.લી.નાં પ્લા.નાં ક્વાટરીયા નંગ.૧૪૪ કિ. રૂ.૧૨૨૪૦ તથા કીંગ ફીરાર નાં ૫૦૦ મી. લી.નાં બીયર ટીન નંગ.૩૬ મળી કુલ કિ. રૂ.૧૫૮૪૦ સાથે આરોપી (૧) હેમંત ભાઈ ઈશ્વરભાઈ વસાવા તથા (૨) સંજયભાઈ રમણ ભાઈ વસાવા બંને રહે સામરપાડા (થપાવી) તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓને પકડી લીધેલ અને આરોપીઓની અંગ ઝડતી કરતા તેની પાસેથી સાદા મોબાઈલ.૨ કિ. રૂ.૧૦૦૦/- તથા રોકડ રૂપિયા ૧૦૦૦/- મળી આવેલ જે પ્રોહી. મુદ્દામાલ કિ. રૂ.૧૫૮૪૦/- મોબાઈલ નંગ.૨ કિ.રૂ.૧૦૦૦/- તથા રોકડ રૂપિયા ૧૦૦૦/- તથા ફોર વ્હીલર ગાડી ની કિ. રૂ.૫૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૬૭,૮૪૦/- નો મુદ્દામાલ ગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસ અધિક્ષક શ્રી. નર્મદા તથા ના.પો.અધિ.શ્રી. રાજપીપળાના ઓની સુચના અને માર્ગદર્શન વધુમાં વધુ ઇંગ્લિશ દારૂની ગેર કાયદેસર  હેરાફેરી કરતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા દેડીયાપાડા પોલીસ સતત પ્રયત્નસીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है