શિક્ષણ-કેરિયર

તાપી જિલ્લાના યુવકો માટે લશ્કરી ભરતીમાં જોડાવાની ઉજ્જ્વળ તક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાના ઉત્શુક યુવકો માટે લશ્કરી ભરતીમાં જોડાવાની ઉજ્જ્વળ તક: દેશ સેવા માટે ઉમદા તક; 

ગોધારા ખાતે આર્મીની ૭ કેટેગરી માટે તા.૦૫ થી તા.૨૨ ઓગષ્ટ સુધી લશ્કરી ભરતી રેલી યોજાશે:

વ્યારા-તાપી : ગુજરાતના ૨૦ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા.૫ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન ગોધરાના કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે લશ્કરી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલીમાં લશ્કરની ૭ – સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટ્રેડમેન , સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ (એવિએશન/કોમ્યુનિકેશન એકઝામીનર), સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ /નર્સિંગ વેટરનરી આસિસ્ટન્ટ અને સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર/ટેકનીકલ/ઇન્વેન્ટરી મેનેજમેન્ટની જગ્યાઓ સમાવેશ થાય છે. જેમાં અપરિણીત યુવાનો જોડાઈ શકશે.
ભરતીમાં ભાગ લેવા માટે તા.૨૦મી જુલાઇ સુધી https://joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફક્ત ઓનલાઇન અરજી કરનાર ઉમેદવાર જ ભરતીરેલીમાં ભાગ લઇ શકશે. રેલીમાં હાજર રહેવા ઇ-મેઇલ મારફતે તા ૨૧- જુલાઈ થી ૪- ઓગષ્ટ દરમિયાન જાણ કરવામાં આવશે.
રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના યુવકોને આ લશ્કરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે તથા વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪/૩, વ્યારા, તાપી, ફોન.નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯ / ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है