શિક્ષણ-કેરિયર

ગાંધીનગરના સ્ટેટ પોલીસ એકેડમી પ્રિન્સીપાલ IPS શ્રી એન.એન.ચૌધરીના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ગાંધીનગરના સ્ટેટ પોલીસ એકેડમી પ્રિન્સીપાલ આઇપીએસ શ્રી એન.એન.ચૌધરીના અધ્યક્ષસ્થાને વ્યારા તાલુકાની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો,  103 બાળકોના નામાંકન થયા;

બાળકો માટે ટ્રાન્ફોર્ટેશનની સુવિધા માટે ચીખલી પ્રાથમિક શાળામાં  સ્કુલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી;


 વ્યારા-તાપી: ૧૭મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-૧ના અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ તથા સ્થાનિક પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીને વિવિધ શાળાની મુલાકાત લેવા તાલુકાની ફાળવણી કરવામાં આવી છે. જે અન્વયે તાપી જિલ્લામાં આ ત્રીદિવસીય કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર કરાઇ, સ્ટેટ પોલીસ એકેડમી પ્રિન્સીપાલ આઇ.પી.એસ શ્રી એન.એન.ચૌધરીના અધ્યક્ષસ્થાને વ્યારા તાલુકાની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ડોલારાની પ્રાથમિક શાળા ડોલારા, પ્રા.શાળા મેધપુર, પ્રા.શાળા સાંકળી, ઉંચામાળાની પ્રા.શાળા મહુડી ફળીયુ, ડુંગરી ફળીયું, પ્રા.શાળા મુસા, પ્રા.શાળા કાનપુરા ખટાર ફળિયું, તથા પ્રા.શાળા ચિખલી ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.


જેમાં તેમણે 52 કુમારો, 51 કન્યાઓ મળી કુલ-103 બાળકોને ધોરણ-1 માં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી ચૌધરીએ શાળાની સ્કુલ મેનેજમેન્ટ કમીટી સાથે બેઠક યોજી શાળા અંગે વિવિધ મુદ્દાઓ સંદર્ભે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત તેમણે ચીખલી પ્રાથમિક શાળા ખાતે બાળકો માટે ટ્રાન્ફોર્ટેશનની સુવિધા માટે સ્કુલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી તમામ શાળાઓના પરિસરની મુલાકાત લઇ ભોતિક સુવિધાઓ અંગે નિરિક્ષણ કર્યું હતું. કાર્યક્રમના અંગે શાળા પરિસરમા સૌએ વૃક્ષારોપણ કરી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૭મી શૃંખલાના પ્રવેશોત્સવ તા.ર૩ થી રપ જૂન-ર૦રર દરમિયાન તાપી જિલ્લાની કુલ- ૭૯૮ શાળાઓમાં ૪૩૦૫ કુમાર અને ૪૨૭૭ કન્યાઓ મળી કુલ- ૮૫૮૨ બાળકોના નામાંકન થયા છે.
આ વેળાએ ચિખલી પ્રા.શાળાના આચાર્યશ્રી જયેશભાઇ, ડોલારાના સી.આર.સી. કો. ઓર્ડિનેટર શ્રી મનિષભાઇ પટેલ, મિશ્ર શાળા વ્યારાના સી.આર.સી. કો.ઓર્ડિ. માધવીબેન દઢાનિયા, તાલુકા પંચાયત સભ્યશ્રી દયાબેન ગામીત, ચીખલી સરપંચ સંગીતા ગામીત, કાનપુરા સરપંચ પ્રકાશ ગામીત સહિત અન્ય મહાનુભાવો વાલીઓ અને નાના ભુલકાઓ ઉત્સાહ ભેર જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है