શિક્ષણ-કેરિયર

કોસંબા પોલીસની હદમાં કીમ ચારરસ્તાથી નાવપરા રોડપર મોપેડ સ્લીપ થઈ ટ્રક નીચે ઘૂસી!

શ્રમજીવી પાસેથી મોબાઈલ ઝુંટવી લેવાનો ઈરાદો અસફળ! સાથે ત્રણેય ચોરોને મોપેડ ગુમાવાનો આવ્યો વારો?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર

રસ્તે ચાલતા જતાં શ્રમજીવી પાસેથી મોબાઈલ ઝુંટવી લેવાનો ઈરાદો અસફળ! સાથે ત્રણેય ચોરોને મોપેડ ગુમાવાનો આવ્યો વારો?

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકનાં કોસંબા પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ માંગરોળ તાલુકનાં કીમચોકડી થી નવાપરા જતાં રોડ ઉપર એક વિચિત્ર ઘટનાં સર્જાઇ હતી, આ વિસ્તારની  એક ફેક્ટરીમાં મજુરી કામ કરતો શ્રમજીવી નામે કમલ સુરેશ સહાની,આ રોડ ઉપરથી મોબાઈલ ઉપર વાત કરતો પસાર થતો  હતો, ત્યારે ત્રણ શખ્સો મોપેડ ઉપર એકાએક આવી ચડ્યાં  હતા અને રોડ પર ચાલતા  કમલનો  મોબાઈલ હાથમાંથી ઝૂંટવી લઈ મોપેડ ઉપર ભાગી રહયા હતા, કમલે દોડીને  પીછો કરતાં આ સમયે સામેથી ટ્રક આવતાં ગભરાઈ ગયેલા મોપેડ ચાલકે બ્રેક મારતાં સવાર ત્રણે ત્રણ રોડ ઉપર ફંગોડાઈ ગયા હતા અને મોપેડ ટ્રક નીચે ઘૂસી ગઈ હતી, પકડાઈ જવાની બીકે ત્રણે જણા મોપેડ મૂકી  ભાગી છૂટયા હતા, સમગ્ર ઘટનાની જાણ કમલે કોસંબા પોલીસ મથકે ફરિયાદ આપતાં, પોલીસે એફ.આઇ.આર. દાખલ કરી  વધુ તાપસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है