શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનભાઈ ચૌધરી
સુરતની તથાં આજુબાજુ વિસ્તારની મહિલાઓ ITI માં પ્રવેશ મેળવવા માંગતી વિદ્યાર્થીનીઓ જોગ; હવે તા.૧૯ ઓકટોબર સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
સુરત: મહિલાઓને વિનામુલ્યે વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ આપી સ્વનિર્ભર બનાવતી સુરત જિલ્લાની સરકારી મહિલા ITI, ભીમરાડ ખાતે ચાલતા જુદા-જુદા વ્યવસાયલક્ષી કોર્સમાં ઓક્ટોબર-૨૦૨૦ ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થયો છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ નવું પ્રવેશ ફોર્મ પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન ફી સહીત જરૂરી પ્રમાણપત્રો સાથે જમા કરાવવાનું રહેશે. અગાઉ ફોર્મ ભર્યું હોય અને પ્રવેશ ન મેળવી શક્ય હોય તેવા ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની નકલ સહીત સંસ્થા ખાતે અરજી કરવી. પ્રવેશ ફોર્મ તા.૧૯/૧૦/૨૦૨૦, સાંજે ૬ વાગ્યા સુધીમાં ITI ખાતે રજીસ્ટર્ડ કરવાનું રહેશે. ત્યારબાદ સંસ્થા ખાતેથી તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ તા.૨૧ થી ૨૩ ઓકટોબર, ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે સરકારી ITI પોલીસ ચેક પોસ્ટની સામે, ભીમરાડ, સુરતનો સંપર્ક કરવા જણાવાયું છે.