શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર
માંડવી વનવિભાગે અગાઉ ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને એના ઘરમાંથી પકડી પૂછપરછ કરતા તપાસનો રેલો વ્યારા સુધી!
૫૯,૪૭૫ રૂપિયાની કિંમતના ખેરના લાકડા પકડવામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્ર રાહુલજી. અને કમલેશ ચૌધરી ને સફળતા મળી છે વનવિભાગ દ્વારા ગત તારીખ ૨૫/૦૧/૨૦૨૦ ના રોજ બનેલાં ગુનાની તપાસ કરતા વાંસકુઈ ગામે રહેતા વોન્ટેડ આરોપી સાગર જેસિંગ ચૌધરી, રહે. વાસકુઈ ને વન વિભાગની દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્ર રાહુલજી તેમજ ઉત્તર રેન્જના ફોરેસ્ટ ઓફિસર કમલેશ ચૌધરી સહિતની ટીમે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરતાં ઉપરોક્ત આરોપીને ઘરમાંથી પકડી , પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સદર પકડાયેલા ખેરના મુદ્દામાલ મોજે કણજા. તાલુકો વ્યારા ખાતેથી કાપી લાવેલા હતા અને ખેરના લાકડા વ્યારા ખાતે રહેતા મજીદ ને આપવાનો હતો અગાઉ પણ એક પીક અપ ગાડી ખેરનો છોલેલો મુદ્દામાલ મજીદ મલેક ને આપેલો હતો અને આ ગુનો હું કબૂલ છું, મજીદ મલેકની તપાસ કરતા તે ન મળી આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, વાસકુઈ ગામની સીમમાંથી ખેરના ૬૮ નગ લાકડા ઝડપી પાડ્યા હતા જેની બજાર કિંમત ૫૯,૪૭૫ રૂપિયા થાય છે મુદ્દામાલને વનવિભાગના ડેપોમાં જમા કરી વધુ તપાસ હાથ ધરી છે.