બ્રેકીંગ ન્યુઝ

પાનસર વિભાગ જંગલ કામદાર મંડળી ની 90 હજાર સ્કવેર ફુટ જમીન બિલ્ડરો ને વેચી મારતા BTP ના ધરણાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા ની પાનસર વિભાગ જંગલ કામદાર મંડળી ની 90 હજાર સ્કવેર ફુટ જમીન બિલ્ડરો ને વેચી મારી તેમાં  બાંધકામ શરું કરાતા BTP ના ધરણાં કાર્યક્રમ યોજાયો હતો;
ભારતીય ટ્રાયબલ પાર્ટી ના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને ધારાસભ્ય છોટુભાઈ વસાવા સહિત દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા તેમજ કાર્યકરો નો મંડળી ની માલીકીની જમીન બિલ્ડરો ને વેચાતા વિરોધ;

બિલ્ડર દ્વારા જે બાંધકામ શરુ કરાવ્યું છે તે કેવા શરુ કરે છે જોઇ લઇશુ: ધારાસભ્ય છોટુભાઈ વસાવા
દેડિયાપાડા તાલુકામાં દાયકાઓથી કાર્યરત ધી પાનસર વિભાગ જંગલ કામદાર મંડળી લીમીટેડ ની પોતાની માલિકીની 90 હજાર સ્કવેર ફુટ જમીન યુનિટી લેન્ડ ડેવલોપર્સ બિલ્ડર ને વેચી મારવાનો કિસ્સો પ્રકાશ મા આવ્યો છે, આ મામલે મંડળી ના સભાસદો એ દેડિયાપાડા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો, હવે આ મામલે ભારતીય ટ્રાયબલ પાર્ટી ના પ્રમુખ અને ધારાસભ્ય છોટુભાઈ વસાવા સહિત દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા મેદાનમાં ઉતર્યા છે અને મંડળી ની માલીકીની જમીન ઉપર બાંધકામ શરુ કરી દેવાતા આજ રોજ પોતાના ટેકેદારો સહિત મંડળી ના સભાસદો સાથે ધરણાં પ્રદર્શન કરી બાંધકામ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
આદિવાસી વસ્તી ધરાવતા દેડિયાપાડા તાલુકા મા દાયકાઓથી કાર્યરત ધી પાનસર વિભાગ જંગલ કામદાર મંડળી લીમીટેડ ની પોતાની માલિકીની જમીન બિલ્ડરો ને બારોબાર જ મંડળી ના સભાસદો ને જાણ કર્યા વિના જ પ્રમુખ અને મંત્રી એ ગેરકાનૂની રીતે વેચી મારતા સહકારી કાયદાનું ઉલ્લંઘન કરતા મંડળી ના 365 જેટલા સભાસદો મા ભારે રોષ અને નારાજગી ફેલાયેલી છે. ખોટા સહી સિક્કા અને અંગુઠાઓ મરાયા હોવાના આરોપ પણ લગાવ્યા છે, ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી ના રાષ્ટ્રિય પ્રમુખ અને ઝધડીયા ના ધારાસભ્ય છોટુભાઈ વસાવા સહિત દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા તેમજ મંડળી ના સભાસદો અને BTP ના કાર્યકરો એ મંડળી ની માલીકીની જમીન મા બિલ્ડર દ્વારા બાંધકામ શરુ કરાતા ધરણાં પ્રદર્શન કરી બાંધકામ બંધ કરવાની માંગ કરી હતી.
સમગ્ર ગુજરાતમાં મંડળીઓની જમીનો વેચવાનો મુદ્દો ઉછળ્યો છે એ અંગે ધારાસભ્ય છોટુભાઈ વસાવા ને પુછતા તેઓએ ગુજરાત જે થઇ રહયુ છે એ બધુંજ નીકળશે આજે નહી ને કાલે એની ચિંતા નહી કરવાની હાલ દેડિયાપાડા મા મંડળી ની માલીકીની જમીન ઉપર જે બાંધકામ થઇ રહયો છે તે ચિંતાજનક હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ વિશેષ મા જણાવ્યું હતું કે બિલ્ડર કેવું બાંધકામ શરુ કરે છે એ જોઇ લેવાની ગર્ભિત ધમકી પણ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ ઉચ્ચારી હતી.

આમ દેડિયાપાડા ની પાનસર વિભાગ જંગલ કામદાર મંડળી લીમીટેડ ની પોતાની માલિકીની જમીન બિલ્ડરો ને બારોબાર વેચી મારવાનો મુદ્દો આદિવાસી વિસ્તારોમાં હવે એક રાજકીય મુદ્દો બની રહ્યો છે. સભાસદો તો પોતાના વિરોધ નોંધાવી જ ચુક્યા છે ત્યારે એક સાથે તેમના પડખે ભારતીય ટ્રાયબલ પાર્ટી ના બબ્બે ધારાસભ્યો આવતા આગામી દિવસોમાં ચકમક વધુ ઝરસે ના એંધાણ વર્તાઇ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है