બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લામાં સરેરાશ ૭૧૮ મી.મી વરસાદ નોંધાયો: ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ  તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં સરેરાશ ૭૧૮ મી.મી વરસાદ નોંધાયો:

સૌથી વધુ ૧૨૮૦ મી.મી ડોલવણ અને ઉચ્છલમાં સૌથી ઓછો ૨૭૦ મી.મી વરસાદ

વ્યારા: તાપી જિલ્લામાં અઠવાડિયાથી સાર્વત્રિકપણે મેઘરાજા મહેરબાન થતાં જિલ્લામં સતત ઝરમર સાથે હળવાથી ભારે વરસાદના ઝાપટાઓ પડી રહેતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 

      ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા. ૧૩- સપ્ટેમ્બર મંગળવારના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક સુધીમાં કુકરમુન્ડામાં ૬૪ મી.મી વરસાદ, ડોલવણ ૫૧ મી.મી, ઉચ્છલ તાલુકામાં ૫૦ મી.મી, સોનગઢ તાલુકામાં ૩૮ મી.મી, વ્યારા ૩૨ મી.મી., નિઝરમાં ૨૮ મી.મી અને વાલોડ ૦૭ મી.મી વરસાદ નોંધાયો છે. 

જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન તાલુકાવાર જોઈએ તો અત્યાર સુધીમાં કુકરમુન્ડા ૫૯૮ મી.મી, ડોલવણ ૧૨૮૦ મી.મી, ઉચ્છલ ૨૭૦ મી.મી, સોનગઢ ૭૨૮ મી.મી, વ્યારા ૯૫૫ મી.મી., નિઝર ૩૯૩ મી.મી અને વાલોડ ૮૦૫ મી.મી મળી ૫૦૨૯ મી.મી. સાથે જિલ્લામાં સરેરાશ ૭૧૮ મી.મી કુલ વરસાદ નોધાયો છે. 

ઉપરાંત જિલ્લા ફલડસેલ ઉકાઇ પાસેથી મળેલ માહિતી અનુસાર આજે તા.૧૩- સપ્ટેમ્બર ૧૬.૦૦ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૪૧.૩૫ ફૂટ રહી છે. ડેમમાં ૮૮૭૦૩ ક્યુસેક પાણી ભરાવાની સામે ૫૩૭૮૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાં માટે ચાર જેટલી બારીઓ ખોલી દેવામાં આવતાં અધભૂત નજારો જોવાં મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है