શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે
ડાંગમાં માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા, સાપુતારામા સહેલાણીઓ એ થીજવી નાખતી ઠંડીમાં ગરમ વસ્ત્રો ખરીદવા માટે દુકાનો પર લગાવી દોડ..
ગીરી કંઘરાઓમાંથી ફૂંકાતા પવનો ની શીતળ ઠંડીમાં સહેલાણીઓ ને ચેરાપુજીનો અહેસાષ.. અનેક જગ્યાએ ઝીરો વિઝીબલિટી થતાં વાહનો દિવસે પણ લાઈટ ચાલુ કરવાં બન્યા મજબુર..
સાપુતારા: ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સમગ્ર પંથકમાં માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. નાગલી, ડાંગર, તુવેર, અડદ,વરય જેવા ઉભા પાકને નુકસાનની શક્યતા હોવાને કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. તથા પશુનો ચારો પણ વરસાદ વરસતા ખરાબ થવાની શક્યતાઓ વધી તેમજ રવિપાકને નુકસાન થવાની શક્યતા હોવાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો.
આ તરફ શનિ, રવિ ની રજાઓમાં સાપુતારા ફરવા માટે આવેલ સહેલાણીઓ બેવડી ઋતુનો અનુભવ થતા સ્વેટર પહેરવું કે રેનકોટ મૂંઝવણમાં મુકાયા હતા. સાપુતારા ખાતે માવઠાના કારણે ઠંડી એ જોર પકડતા સહેલાણીઓ ગરમ વસ્ત્રો ખરીદવા માટે દુકાનની વાટ પકડી હતી. વરસાદના કારણે ગેલમાં આવેલ પ્રવાસીઓ સાપુતારાની મોજ મઝા માણી હતી. વરસાદ વરસતા જ સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના પર્યટન સ્થળોનું કુદરતી સૌંદર્ય ફરી જીવંત બની ગયું હોય તેમ નજરે જોવા મળી રહ્યું છે.