બ્રેકીંગ ન્યુઝ

અમદાવાદ જીલ્લાના ધંધુકા મુકામે થયેલ હત્યાને મામલે ડાંગ પોલીસ સતર્ક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ: રામુભાઇ માહલા

રાજ્ય સહીત ડાંગ જીલ્લામાં અમુક અસામાજીક તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતી ડહોળવા અને કોમ-કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા કરવા સોશિયલ મીડીયા ઉપર ભડકાવ અને શાંતી ભંગ કરતી પોસ્ટ/ટીપ્પણી કરી જાહેર શાંતીભંગ કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાય આવતા ડાંગ પોલીસ સતર્ક: 

 ખોટી પોસ્ટ તથા અફવાઓ ઉપર ધ્યાન નહી આપી ડાંગ જીલ્લામાં સુલેહ શાંતી અને કોમી એખલાસ જળવાઇ રહે તે હેતુ થી ડાંગ જીલ્લા પોલીસની અપીલ:

આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તાજેતરમાં અમદાવાદ જીલ્લાના ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ સંબંધે અમુક અસામાજીક તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતી ડહોળવા અને કોમ-કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા કરવા સોશિયલ મીડીયા ઉપર ભડકાવ અને શાંતી ભંગ કરતી પોસ્ટ/ટીપ્પણી કરી જાહેર શાંતીભંગ કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાય આવેલ છે.

જેથી તમામે નોંધ લેવી કે કોઇ વ્યકિત આવી ગે.કા પ્રવૃતિ કરશે અથવા અન્ય કોઇ વ્યકિત મારફતે કરાવશે કે આ બનાવ સંબંધે કોઇ ખોટી અફવાઓ ફેલાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમજ ડાંગ જીલ્લા પોલીસ દ્દારા વોટ્સએપ, ઇસ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશિયલ સાઇટ ઉપર લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ તથા તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી, આવી પ્રવૃતિ કરતા અસામાજીક તત્વો ઉપર સતત બાજ નજર રાખવામાં આવેલ છે. જેની તમામે નોંધ લેવી. તથા ખોટી પોસ્ટ તથા અફવાઓ ઉપર ધ્યાન નહી આપી ડાંગ જીલ્લામાં સુલેહ શાંતી અને કોમી એખલાસ જળવાઇ રહે તે હેતુ ડાંગ જીલ્લા પોલીસને સહકાર આપવા વિનંતી છે.

પોલીસ કંટ્રોલ રૂમ ટે.નં.૦૨૬૩૧-૨૨૦૬૫૮/૨૨૦૩૨૨

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है