બ્રેકીંગ ન્યુઝ

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજીત રક્તદાન શિબિરનું સફળ આયોજન:

જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેષભાઇ કોયા સાહેબ એ તેમજ જી.સી.ઈ.આર.ટીના નિયામકશ્રી ટી. એસ. જોષી સાહેબે પોતે રક્તદાન કરી પ્રેરણા પુરી પાડી:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, 

સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેષભાઇ કોયા સાહેબ એ તેમજ જી.સી.ઈ.આર.ટી ના નિયામક શ્રી ટી. એસ. જોષી સાહેબે પોતે રક્તદાન કરી પ્રેરણા પુરી પાડી: આ કાર્યક્રમમાં 112 યુનિટ  રક્તદાતોઓ  દ્વારા એકત્ર કરવામાં આવ્યું! 

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તેમજ સ્વિમેર હોસ્પિટલ સુરતના સંયુક્ત ઉપક્રમે તારીખ 7 /8/2020 ના શુક્રવાર ના સવારે 9/45 કલાકે ઉમાં મંગલ હોલ કામરેજ ચાર રસ્તા જિલ્લા સુરત મુકામે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે કરવામાં આવ્યા બાદ સ્વાગત પ્રવચન સુરત જિલ્લા સંઘ ના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ કરેલ હતું આ કેમ્પમા ર્ડો ટી.એસ. જોષી (નિયામકશ્રી જી સી. ઈ. આર. ટી. ગાંધીનગર )રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. કોયા સાહેબ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ એચ રાજ્ય ગુરુ કોવીડ 19 ના નોડલ અધિકારી ઓ.ઍસ.ડી.સુરત માકડીયા સાહેબ રણજીતસિંહ પ્રમુખ વડોદરા જિલ્લા પ્રા.શિ.સઘ.જયમિંન પટેલ મહામંત્રી વડોદરા હાજર રહ્યા હતા તેમજ ર્ડો વિનોદભાઈ રાવ સાહેબ વિડિઓ કોન્ફરન્સ થી માર્ગ દર્શન આપેલ હતું આ રક્તદાન શિબિરમા સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેષભાઇ કોયા સાહેબ,તથા જી. સી.ઈ.આર.ટી ના નિયામક ટી.એસ.જોષી સાહેબે પોતે રક્તદાન કરી શિક્ષકોને પ્રેરણા પુરી પાડી ઉત્સાહ વધારેલ હતો 112 જેટલા શિક્ષકો, તેમજ એસ. એમ. સી. સભ્યો એ રક્ત દાન કરેલ હતું,  આ શિબિરમા અરવિંદ ભાઈ ચૌધરી વિશ્વજીતભાઈ, અનિલભાઈ ચૌધરી, એરિકભાઈ, મોહનસિંહ ખેર, અન્ય હોદ્દેદારો અને શિક્ષકો હાજર રહ્યા હતા આ કેમ્પ સફ્ળ બનાવવા કામરેજ તાલુકા ના પ્રમુખ અસ્વિન ભાઈ પટેલ, સિરાજ ભાઈ મુલતાની તેમજ અન્ય હોદ્દેદારો એ ખુબ સુંદર આયોજન કરેલ હતું, સમગ્ર કાર્યક્રમમાં  ઉધબોસક તરીકે યાસીન મુલતાની એ સેવા આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है