બ્રેકીંગ ન્યુઝ

સુરતમાં ફરી આગની ઘટનાં

સુરતના પાંડેસરા જીઆઇડીસી સ્થિત "વોકી ટોઝિયમ" કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ

સુરતના પાંડેસરા જીઆઇડીસી સ્થિત વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીના માલિક કૌશલભાઇ અને બંસીભાઇ છે અને ફેક્ટરીમાં કેમિકલના રો-મટિરિટલમાંથી કાપડ ડાઇંગ હાઉસ માટે કેમિકલ બનાવવામાં આવતુ હતું. અને કેમિકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા, ફેક્ટરીમાં કામદાર અમનસિંહ ગંગાદીન કેવટ(ઉ.વ.22) (રહે, ગણેશનગર, પાંડેસરા, સુરત, મૂળ, ઉત્તરપ્રદેશ)છેલ્લા  3 મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો.  ફેક્ટરીમાં આગ લાગવાની ખબર પડતા તે ઘબરાતા ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો. જેમાં કામદાર અમનસિંહ  ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં 40થી 50 કામદારો કામ કરી રહ્યા હતા.

  • ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે, આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો; હજુ આગ પર કાબુ નથી મેળવાયો,
  • આ ઉપરાંત ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયા હોવાની માહિતી મળી છે.
  • ત્રણ 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી આવી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है