શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેસભાઈ
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જી.આઈ.પી.સી.એલ કંપનીની ટાઉનશીપમાં રહેતા એક કામદારની પત્ની અને તેના પુત્રનો રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવતા કામદાર વર્ગમાં ગભરાટ ફેલાયો: ગુજરાત ભરમાં સુરતજીલ્લામાં કોરોના સંક્રમણનાં કેશોમાં વધારો! ગઈકાલે રાજ્યમાં સુરત રહ્યું મોખરે? અમદાવાદ કરતાં વધુ નવાં કેશ નોધાયાં, હીરા ઉદ્યોગને હાલ પુરતો બંધ રાખવાનો નિર્ણય!
માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જી આઈ.પી એલ કંપનીની ટાઉનશીપમાં રહેતા એક કામદાર પરિવાર સાથે સુરત અમરોલી સંબંધીને ત્યાં થોડા દિવસ રોકાયા હતા ત્યારબાદ તેઓ પરત નાની નરોલી ખાતે આવતા કામદારની પત્ની ઉંમર વર્ષ 46 અને પુત્ર ઉંમર વર્ષ 21 બીમાર થતા ફરી તેઓ સુરત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યારે તેઓને ચેક કરતા કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં તેઓનો રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો હાલ બંને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોઝિટિવ દર્દી પત્ની પુત્રના સંપર્કમાં આવેલ કામદારના હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે, માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર શાંતાકુમારીના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા નાની નરોલી જી.આઇ.પી.સી.એલ ટાઉનશીપમાં પોઝિટિવ દર્દીનાં નિવાસસ્થાનની આસપાસના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે તેમજ હાલ ઉપરોક્ત ટાઉનશીપમાં સર્વેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.