બ્રેકીંગ ન્યુઝ

સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના બે ગુના ડીટેક્ટ કરતી એલ.સી.બી.નર્મદા!

જીલ્લાનાં અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને નર્મદા પોલીસનાં સકંજામાં ગુનેગાર:

શ્રોત: પ્રેસ નોટ નર્મદા સર્જનકુમાર વસાવા.

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ  (IPS),નાંઓએ નર્મદા જીલ્લામાં  મિલકત  સબબ ગુનાઓને અંકુશમાં  રાખવા સારૂ  તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને
 શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બીનાઓ તથા શ્રી સી.એમ.ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી., તેમજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ  મારફતે સાગબારા પોલીસ સ્ટેસન  વિસ્તારમાં  નોધાયેલ ચોરીની પાર્ટ-એ ગુ.ર.નં.૦૦૫૫/૨૦૨૦  ઇ.પી.કો. કલમ ૩૮૦ મજુબના ગુનાનાં  કામે કોઇ અજાણયા ઇસમે પેટ્રોલ પંપનામાલીક નયનભાઇ રણજીતમસિંહ કોઠારીના ઘરમાં થી રોક્ડ રકમ રૂ.૪,૨૩,૫૦૦/- તથા મોબાઇલ ફોનની ચોરી કરેલાની ફરીયાદ નોંધાયેલ જે ગુનાના કામની તપાસ કરતા સાગબારા તાલુકાના નરવાડી ગામે રહેતા સુનીલ ઉર્ફે  નરપતભાઇ સુરેશભાઇ વસાવાનાને ટેક્નીકલ સર્વેલન્સ  આધારે ઝડપી પાડી તેની વિશેષ પૂછ પરછ કરતા આ ચોરી ઉપરાંત  ચીકાલી ગામે હાઇ-વે ઉપર આવેલ પેટ્રોલ પંપ  પાસે આવેલ પંચરની  દુકાનવાળાનો મોબાઇલ પણ ચોરી કરેલાની કબુલાત  કરતો હોય જે અનુસંધાને  સાગબારા પોલીસ સ્ટેસન એ-પાર્ટ  નં.૦૩૪૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મજુબનો ગુનો  પણ ડીટેક્ટ કરવામાં  આવેલ. જે બંને  અનડીટેક્ટ ચોરી ડીટેક્ટ કરી ચોરીના ગુનાના કામે સદર  સુનીલ  ઉફ નરપતભાઇ સુરેશભાઇ વસાવા રહે. નરવાડી તા.સાગબારા જી.નર્મદાનાને ગુનાના કામે અટક કરી સાગબારા પોલીસને વધુ તપાસ અર્થે આરોપી તથાં મુદ્દામાલ સોપવામાં આવેલ  છે.
પોલીસ અધિક્ષક શ્રી, નર્મદાનાઓએ જીલ્લામાં  અનડીટેક્ટ ગુનાઓ  ડીટેક્ટ કરવાની સુચના અનુસંધાને મિલકત  સબબ ગુનાઓને ડામવા તેમજ મિલકત  સબબ ગુનાઓને આચરનારાઓની પ્રવૃત્તિને  અંકુશમાં  લાવવા સારૂ નર્મદા  પોલીસ સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है