બ્રેકીંગ ન્યુઝ

વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કરેલ દબાણ બાબતે જોગ સંદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કરેલ દબાણ બાબતે જોગ સંદેશ:

આગામી દિવસોમાં વ્યારા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે.:- ચીફ ઓફિસર

વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર વી. બી. ડોબરીયા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરીને રાહદારીઓને અવરજવર તેમજ ટ્રાફિકને અડચણરૂપ ઉભી કરી વેપાર ધંધો કરતા ઇસમો દ્વારા જાહેર રસ્તા ફુટપાથ ઉપર કોઇપણ પ્રકારનો માલસામાન કે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે કોઇપણ પ્રકારની અડચણ ઉભી કરવામાં આવે છે. આ પ્રકારના અડચણથી જાહેર જનતાને ખુબ અગવડ વેઠવી પડે છે. જેને કારણે ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી થાય છે અને જેને કારણે અકસ્માતના બનાવો પણ બનવા પામે છે. જેથી આ પ્રકારના દબાણો જાહેર હિતને ધ્યાનમાં રાખી દુર કરવા જરૂરી છે. જો કોઇ ઇસમે જાહેર રસ્તા ઉપર દબાણ કરેલ હોય, તો આ જાહેર નોટિસથી તાત્કાલિક કરેલ દબાણ દુર કરવા માટે વ્યારા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેથી આ પ્રેસનોટ થકી આવા ઇસમોને તાકીદ કરવામાં આવે છે કે તાત્કાલિક આવા પ્રકારના દબાણો હટાવી લેવાના રહેશે. જો તેમ કરવામાં ચુક કરશો તો નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણોને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની તમામ જવાબદારી જે-તે ઇસમની રહેશે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है