બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

મનરેગા યોજનામાં મટીરીયલ પુરી પાડતી એજન્સીની ઇ-ટેન્ડરિંગ રદ કરી સ્થાનિક એજન્સીને ટેન્ડર આપવાની માંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા, સર્જનકુમાર 

મનરેગા યોજનામાં મટીરીયલ પુરી પાડતી એજન્સીની ઇ – ટેન્ડરિંગ રદ કરી સ્થાનિક એજન્સી ને ટેન્ડર આપવાની માંગ:

એજન્સી દ્વારા સમયસર મટીરીયલ પૂરું ન પાડી બારોબાર બિલો પાસ કરી ભ્રષ્ટાચાર કરતાં આ એજન્સીની ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરી સ્થાનિક એજન્સી અથવા ગ્રામ પંચાયતને ટેન્ડર આપવાની માંગ સાથે તાલુકાના 46 ગ્રામપંચાયતના સરપંચો અને ધારાસભ્ય એ કરી માંગ; 

ડેડીયાપાડા તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજનામાં મટીરીયલ પૂરું પાડતી એજન્સી દ્વારા સમયસર મટીરીયલ પૂરું ન પાડી બારોબાર બિલો પાસ કરી ભ્રષ્ટાચાર કરતાં આ એજન્સી ની ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરી સ્થાનિક એજન્સી અથવા ગ્રામ પંચાયતને ટેન્ડર આપવાની માંગ સાથે તાલુકાના 46 ગ્રામપંચાયતના સરપંચો અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી એજન્સી સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ડેડીયાપાડા તાલુકાની તમામ પંચાયતમાં થતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અંતર્ગત કરવામાં આવતા વિકાસલક્ષી કાર્યોમાં મટીરીયલ સપ્લાય માટે ઇ – ટેન્ડરિંગ દ્વારા એજન્સી નીમવામાં આવે છે.

ગત વર્ષે તાલુકાની તમામ પંચાયતોમાં મટીરીયલ સપ્લાય માટે જલારામ એન્ટર પ્રાઈઝ નામની એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. પરંતુ આ એજન્સી દ્વારા સમયસર મટીરીયલ પૂરું પાડવામાં આવ્યું ન હતું. તેમજ એજન્સી દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવતી હોવાનું સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગત વર્ષની જેમ ઇ – ટેન્ડરિંગ પ્રક્રિયામાં પણ આજ એજન્સી સિલેક્ટ થાય એમ હોવાથી આ પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી તમામ સરપંચો એ માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है