બ્રેકીંગ ન્યુઝ

ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર પોલીસ સ્ટેશનના PSI તેમજ ASI સસ્પેન્ડ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર 

ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર માંગરોળ પોલીસ સ્ટેશનના PSI તેમજ ASI સસ્પેન્ડ પોલીસ બેડામાં હડકંપ મચી જવાં પામ્યો હતો.

 વર્ષ ૨૦૧૯માં કોસંબા પોલીસ સ્ટેશનનાં ચાર્જ દરમિયાન સમયસર ગુનો નોંધ્યો ન હતો.

માંગરોળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અને કોસંબા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇને સસ્પેન્ડ કરાતાં આ વિસ્તારમાં ચર્ચાનું મોજું ફરી વળ્યુ છે,

            માંગરોળ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં પરેશ નાઈ અને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે બીટ જમાદાર ધર્મેશ વસાવાને ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

               માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ૨૦૧૯ના વર્ષ દરમિયાન કોસંબા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળ્યો હતો તે દરમિયાન એક કુખ્યાત આરોપીએ કોસંબાના પ્રતિક ગાયકવાડ નામના યુવકને ચપ્પુ મારી ઈજાગ્રસ્ત કર્યો હતો.આ યુવકને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો.૩૦ દિવસની સારવાર બાદ આ યુવકનું મોત નીપજ્યું હતું.પરંતુ આ ઘટના દરમિયાન ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો.લાંબા વિલંબ બાદ આખરે હત્યાનો ગુનો નોંધાયો હતો.જેથી ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है